Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરતેજ CHC હવે બન્યું વધુ આધુનિક:કેનફિન હોમ્સ દ્વારા CSR અંતર્ગત 8 ગામોના ગ્રામજનોને મળશે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ

    9 hours ago

    ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે સુખદ સમાચાર આવ્યા છે. કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આ કેન્દ્રને અત્યાધુનિક તબીબી સાધનોની ભેટ આપવામાં આવી છે. આ પહેલથી વરતેજ અને તેની આસપાસના અંદાજે 8 ગામોના હજારો નાગરિકોને હવે ઘરઆંગણે જ ગુણવત્તાસભર સારવાર મળી રહેશે. અત્યાધુનિક સાધનોથી સજ્જ થશે હોસ્પિટલ આ પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલને અનેક મહત્વપૂર્ણ સાધનો ફાળવવામાં આવ્યા છે. જેમાં પલ્સ ઓક્સિમીટર, નેબ્યુલાઇઝર, બ્લડ પ્રેશર મશીન અને ECG મશીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતા ડિફિબ્રીલેટર અને નવજાત શિશુઓની સંભાળ માટે ઇન્ફન્ટ વોર્મર, ફોટોથેરાપી યુનિટ તેમજ ફેટલ ડોપ્લર જેવા સાધનો પણ ઉપલબ્ધ કરાવાયા છે. પ્રસૂતિ સેવાઓ માટે ખાસ નવા ડિલિવરી બેડની સુવિધા પણ આપવામાં આવી છે. માતા અને શિશુના આરોગ્યને મળશે નવી તાકાત નવા સાધનોના આગમનથી CHCના ગાયનેકોલોજી અને ફિઝિયોથેરાપી વિભાગોની ક્ષમતામાં મોટો વધારો થશે. ખાસ કરીને માતા-શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ વધુ સચોટ અને ઝડપી બનશે. આ કામગીરી શાખા મેનેજર ચિંતન આચાર્ય અને CHC સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે કેનફિન હોમ્સની ટીમમાંથી વિવેક વ્યાસ (એસિસ્ટન્ટ મેનેજર) અને મુરુગન રાજારામ (ઓડિટર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરાથી ઉજ્જૈન અને શિરડીની 3 નવી બસ શરૂ:બે બસ ઉજ્જૈન અને એક શિરડી દોડશે, ધારાસભ્યના હસ્તે ફ્લેગ ઓફ; જાણો ભાડુ કેટલું
    Next Article
    "Not Marrying Maid": Top Court As Divorce Case Cites Wife Not Doing Chores

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment