Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ChatGPTનો આવો ઉપગોય!:મહાકાલ મંદિરની બહાર યુવકના ચંપલ ખોવાયા, હજારો જૂતાઓની વચ્ચે AIએ સેકન્ડોમાં શોધી આપ્યા; VIDEO જોઈ આંખો પહોળી થઈ જશે

    2 days ago

    ભારતના ધાર્મિક સ્થળો, ખાસ કરીને મંદિરની બહાર જૂતા-ચંપલ ખોવાઈ જવા એ કોઈ નવી વાત નથી. લાખો શ્રદ્ધાળુઓની ભીડમાં પોતાની સાચી જોડી શોધવી એ એક મોટો પહાડ ચઢવા સમાન છે. પરંતુ, ગોવાના એક યુવકે આ સામાન્ય સમસ્યાનો એવો અનોખો અને હટકે રસ્તો કાઢ્યો કે જાણીને તમે પણ ચોંકી જશો! ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયેલા શુભંગ બોરકર નામના યુવક સાથે કંઈક આવું જ બન્યું. તેમણે મંદિરની બહાર પોતાના ચંપલ ઉતાર્યા, પરંતુ દર્શન કરીને પાછા ફર્યા ત્યારે સેંકડો ચંપલોના ઢગલામાંથી પોતાના ચંપલ ગાયબ હતા! AIએ બતાવ્યો રસ્તો! સામાન્ય રીતે લોકો આવા સમયે કલાકો સુધી ચંપલ શોધવામાં સમય બગાડે છે, પરંતુ આ યુવકે મગજ દોડાવ્યું અને ટેક્નોલોજી (Artificial Intelligence)નો સહારો લીધો. તેણે પોતાના ફોનમાંથી ChatGPTની મદદ લેવાનું નક્કી કર્યું. જાણીએ કેવી રીતે તેણે શોધ્યા પોતાના ચંપલ પહેલું પગલું: શુભંગે સૌથી પહેલા પોતાના એ ચંપલ પહેરેલા હોય તેવો એક જૂનો ફોટો ChatGPT સાથે શેર કર્યો અને તેને પોતાના ચંપલ ઓળખવામાં મદદ કરવા કહ્યું. બીજું પગલું: ત્યારબાદ, તેણે મંદિર બહાર પડેલા ચંપલના વિશાળ ઢગલાના ફોટા પાડીને AI ટૂલને મોકલ્યા. પરિણામ: ChatGPTએ ફોટાનું ઝીણું વિશ્લેષણ કરીને તેને ચોક્કસ જગ્યા બતાવી, જ્યાં ચંપલ હતા. બસ પછી શું હતું? એ જ જગ્યાએ તપાસ કરતા તેમના ખોવાયેલા ચંપલ સુરક્ષિત મળી આવ્યા! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ આ આખી ઘટનાનો વીડિયો શુભંગે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો, જે જોતજોતામાં આગની જેમ ફેલાઈ ગયો. આ વીડિયોને મિલિયન્સમાં વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. નેટીઝન્સે પણ આ ઘટના પર ખૂબ જ મજેદાર અને રમુજી પ્રતિક્રિયાઓ આપી છે: એક યુઝરે લખ્યું- "અમેરિકાના લોકો AI પાછળ કરોડો ડૉલર ખર્ચી રહ્યા છે અને આપણે તેનો આ કામ માટે ઉપયોગ કરી રહ્યા છીએ... ક્રેઝી!" બીજા એક યુઝરે મજાકમાં લખ્યું, “શક્તિઓનો ખોટો ઉપયોગ!” અન્ય એક યુઝરે પોતાની કહાની શેર કરતા લખ્યું, “મારા પતિ બુક સ્ટોર પર ગયા હતા, ત્યાં ફોટો પાડીને ChatGPTને એક સ્પેશિયલ બુક શોધવા કહ્યું અને AIએ બરાબર એ જ બુક શોધી આપી!”
    Click here to Read More
    Previous Article
    મોહાલીમાં વિદેશી યુવતી પર ગેંગરેપ:ચંદીગઢમાં ફ્રેન્ડશિપ, પછી રેપ- દેહ વ્યાપાર; ઇનકાર કરવા પર હાથ-પગ બાંધીને માર માર્યો, મીણબત્તીથી દઝાડી; અત્યાચારની કહાની
    Next Article
    અમદાવાદમાં યુવકની ઘાતકી હત્યા:પીઠમાં 15થી વધુ ઊંડા ઘા, પેટમાંથી આંતરડું બહાર આવી ગયું, રાણીપ પોલીસ ચોકીની નજીક 8થી 10 શખસો જાહેરમાં તૂટી પડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment