Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ChatGptમાં સર્ચ કરી બુકિંગ કરવું ભારે પડ્યું:ઉજ્જૈનના શ્રી મહાકાલ ભક્ત નિવાસમાં રૂમ બુકિંગના નામે નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે હજારોની ઠગાઈ

    8 hours ago

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝન સાથે ઉજ્જૈન ખાતે આવેલા ‘શ્રી મહાકાલ ભક્ત નિવાસ’માં રૂમ અને વી.આઈ.પી. દર્શનના બુકિંગના બહાને ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ ચેટ જીપીટી પર સર્ચ દરમિયાન મળેલી ખોટી લિંક અને વોટ્સએપના માધ્યમથી વિશ્વાસમાં લઈને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ રૂ.70,770 પડાવી લીધા હતા. આ મામલે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેબસાઈટ પર નંબર પર ફોન કર્યો નિવૃત્ત અને સિનિયર સિટીઝન જયપ્રકાશ પાંડેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોતાના પરિવાર સાથે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) દર્શને જવાના હોવાથી તેમણે ChatGPTની મદદથી હોટેલ બુકિંગ માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમને ‘શ્રી મહાકાલ ભક્ત નિવાસ’ની લિંક મળી હતી, જેના પર ક્લિક કરતાં ખુલેલી વેબસાઇટ પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા ‘વિનોદ પાંડે’ નામના શખસે ફોન રીસીવ કર્યો હતો અને પોતે મહાકાલ ભક્ત નિવાસમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. મંદિરમાં VIP દર્શન માટે પણ પૈસા લીધા ઠગબાજે શરૂઆતમાં 3 રૂમના ભાડા પેટે રૂ.13,860નો QR કોડ મોકલી પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કર્યા બાદ ઠગોએ એકસાથે રકમ ન આપવાનું જણાવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા, ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ ઉપરાંત મહાકાલ મંદિરમાં 6 વ્યક્તિઓ માટે વી.આઈ.પી. દર્શનના પ્રતિ વ્યક્તિ રૂ. 250 લેખે કુલ રૂ.1500 પણ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. વધુ નાણાની માગણી કરતા ફ્રોડ થયાની જાણ થઈ બુકિંગનું સ્ટેટસ પેન્ડિંગ બતાવીને ઠગોએ વધુ રૂ.41,550ની માંગણી કરી હતી. બાદમાં કુલ રૂ.70,770 અલગ અલગ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચર્યા બાદ પણ વધુ નાણાંની માગણી ચાલુ રહેતા ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર કેપ્ટન:ગુરનુર બરારે ટિ સેફર્ટને આઉટ કરીને એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું; ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડી
    Next Article
    અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથેની ટ્રેન દોડાવશે; બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment