Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ગઠિયાઓએ છેતરપિંડી માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી:CEOને RBI અધિકારી બની કંપનીએ નિયમ ભંગ કર્યો કહી ઝિપ ડાઉનલોડ કરાવી, બોસના નામે પૈસા પડાવતી ગેંગ સક્રિય

    11 hours ago

    સાયબર ગઠિયાઓ નિર્દોષ નાગરિકો અને વ્યાપારીઓને છેતરવા માટે અવારનવાર અવનવા નુસખાઓ શોધી રહ્યા છે. તાજેતરમાં સાયબર ક્રાઇમના ધ્યાન પર એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ આવ્યો છે, જેને ‘Boss Scam’ તરીકે ઓળખવામાં આવે છે. આ કૌભાંડમાં સાયબર ઠગો કંપનીના ઉચ્ચ અધિકારીઓ કે બોસના નામે નકલી વૉટ્સએપ પ્રોફાઈલ બનાવી અથવા વૉટ્સએપ હેક કરીને કર્મચારીઓ પાસેથી તાત્કાલિક પૈસા પડાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અનેક લોકો આ નવા ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ ડીસીપી (DCP) ડૉ. લવીના સિન્હાએ લોકોને બચવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી અપીલ કરી છે. સમજો, કઈ મોડસ ઓપરેન્ડીથી આચરાય છે ‘બોસ સ્કેમ’? દૂષિત ફાઈલો મોકલી વૉટ્સએપ હેક કરવું: સાયબર ગુનેગારો વૉટ્સએપના માધ્યમથી ઝિપ (.zip), એપીકે (.apk), કે પછી .exe અને .dll ફોર્મેટની શંકાસ્પદ ફાઈલો મોકલે છે. જો કોઈ વ્યક્તિ અજાણતા પણ આ ફાઈલ ડાઉનલોડ કરે, તો તેનું વૉટ્સએપ એકાઉન્ટ તાત્કાલિક હેક થઈ જાય છે. ડરાવીને ડેટા મેળવવો: ઠગો ઘણીવાર કંપનીના સીઈઓ કે ડિરેક્ટરનો RBI અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી બનીને સંપર્ક કરે છે અને કંપનીએ નિયમ ભંગ કર્યો હોવાનો ડર બતાવી આવી ફાઈલો ડાઉનલોડ કરાવે છે. અસલી નંબર ડિલીટ કરી છેતરપિંડી: વૉટ્સએપ હેક કર્યા બાદ ઠગો સિસ્ટમમાંથી અસલી નંબર ડિલીટ કરી પોતાનો નંબર એડ કરી દે છે અને બોસનો ફોટો (DP) અને નામ લગાવી દે છે. કર્મચારીઓ પાસે પૈસાની તાત્કાલિક માંગ: ત્યારબાદ કંપનીના કર્મચારીઓને બોસના નામે મેસેજ કરીને ‘ઈમરજન્સી’ હોવાનું કહી તાત્કાલિક ચોક્કસ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટેની સૂચના (ઇન્સ્ટ્રક્શન) અપાય છે. બદલાયેલા નંબર પર વેરિફિકેશન માટે વળતો ફોન કરવા જતાં ફોન બંધ આવતો હોવાથી કર્મચારીઓ છેતરાઈ જાય છે. DCP ડૉ. લવીના સિન્હાની નાગરિકોને મહત્વની અપીલ આ સાયબર ફ્રોડની ગંભીરતા અંગે વિગત આપતા સાયબર ક્રાઇમ ડીસીપી ડૉ. લવીના સિન્હાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી લોકો સામાન્ય વેરિફિકેશન કરીને બચી જતા હતા, પરંતુ હવે ઠગો નામ અને પ્રોફાઇલ જ બદલી નાખતા હોવાથી લોકો સરળતાથી ફસાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે." ડિજિટલ ઠગાઈથી બચવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: નંબરની ચકાસણી કરો: જો વૉટ્સએપ પર સિનિયર કે બોસના નામે મેસેજ આવે અને તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે, તો સૌથી પહેલાં પ્રોફાઇલ પર ક્લિક કરીને અસલી નંબર ચેક કરો. વૉટ્સએપ મેસેજના ભરોસે ક્યારેય કન્ફર્મ કર્યા વિના પૈસા ટ્રાન્સફર ન કરો. શંકાસ્પદ ફાઈલો ક્યારેય ડાઉનલોડ ન કરવી: અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ ઝિપ ફાઈલ ડાઉનલોડ ન કરો. ખાસ કરીને .exe અને .dll એક્સ્ટેન્શન ધરાવતી ફાઈલો વાયરસ કે માલવેર હોઈ શકે છે. ખાલી ફાઈલ દેખાય તો સાવધ થાઓ: જો બોસના કહેવાથી આઈટી રિટર્ન કે અન્ય કોઈ ઓફિશિયલ દસ્તાવેજની ફાઈલ ડાઉનલોડ કરો અને તે ઓપન કરવા છતાં અંદર કશું ન દેખાય (ખાલી જોવા મળે), તો સમજી લેવું કે ફ્રોડ ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ છે. આવા કિસ્સામાં તરત જ બેંક અને પોલીસનો સંપર્ક કરી એકાઉન્ટ ફ્રીઝ કરાવો. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication) ચાલુ રાખો: વૉટ્સએપ સિક્યોરિટી સેગમેન્ટમાં જઈને આ ફીચર તુરંત ચાલુ કરો જેથી કોઈ તમારું એકાઉન્ટ સરળતાથી હેક ન કરી શકે. તમારું એકાઉન્ટ અન્ય કોઈ ડિવાઈસમાં લોગ-ઈન નથી તે નિયમિત ચેક કરતા રહો. સુરક્ષિત સોર્સનો ઉપયોગ: મોબાઈલ કે કમ્પ્યુટરમાં એન્ટિવાયરસ સિક્યોરિટી રાખો. કોઈ પણ અજાણી લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાને બદલે માત્ર સત્તાવાર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરનો જ ઉપયોગ કરો. સાયબર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વૉટ્સએપ પર નાણાકીય લેવડદેવડની કોઈ પણ રજૂઆત આવે તો પરંપરાગત ફોન કોલ કે રૂબરૂ મુલાકાત દ્વારા ખાતરી કર્યા સિવાય આગળ ન વધવું એ જ બચવાનો એકમાત્ર કાયમી રસ્તો છે.
    Click here to Read More
    Previous Article
    આજે 25 જીલ્લામાં વરસાદની આગાહી:TET પરીક્ષા મુદ્દે શિક્ષકો ફરી મેદાને, સુરતમાં ડમ્પરે માતા-પુત્રીને કચડતાં રોડ રક્તરંજિત
    Next Article
    હેલન કેલરની 146મી જન્મજયંતિ:વિદ્યાર્થીઓએ નાટક, ક્વિઝ અને વિવિધ રમતોમાં ઉત્સાહભેર લીધો ભાગ, આંતરરાષ્ટ્રીય બહેરાશ-અંધત્વ દિનની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment