Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ કહ્યું-જ્ઞાનેશ કુમારને જેલમાં ધકેલીશું:મમતાએ કહ્યું- બંગાળમાં હાર્યા નથી, હરાવવામાં આવ્યા; CEC વિરુદ્ધ 19 વિપક્ષી પાર્ટીઓની રેલી

    18 hours ago

    દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી યોજાઈ હતી. રેલીમાં સેબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું- વર્ષોથી દેશમાં વોટ ચોરી થઈ રહી છે. જ્ઞાનેશ કુમારને જેલમાં ધકેલીશું. રાહુલ ગાંધીએ કહ્યું- દેશને સાચી દિશામાં લાવવાનો રસ્તો આ જ્ઞાનેશ કુમારને હટાવવાનો છે. અમિત શાહજીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ક્યાંય જઈ રહ્યા નથી. હું કહું છું કે નરેન્દ્ર મોદી ક્યાંય જઈ શકશે નહીં. નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જ્ઞાનેશ કુમાર પછી અમે તમારી સામે ઊભા થવા જઈ રહ્યા છીએ. નરેન્દ્ર મોદી વિરુદ્ધ અને અમિત શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. તમે જે વોટ ચોરી કરી છે, અદાણીને જે દેશ વેચ્યો છે, તેના માટે દેશ તમારી પાસેથી હિસાબ માંગશે. તમે ભાગી નહીં શકો. રાહુલ ગાંધીએ કહ્યું- જ્ઞાનેશ કુમાર પછી મોદી- શાહનો નંબર દેશને સાચી દિશામાં લાવવાનો રસ્તો આ જ્ઞાનેશ કુમારને હટાવવાનો છે. અમિત શાહજીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ક્યાંય જઈ રહ્યા નથી. હું તમને તેનું ઊલટું કહી રહ્યો છું. નરેન્દ્ર મોદી ક્યાંય જઈ શકતા નથી, જો જવા પણ માંગે તો અમે તેમને જવા નહીં દઈએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જ્ઞાનેશ કુમાર પછી અમે તમારી સામે ઊભા થવા જઈ રહ્યા છીએ. નરેન્દ્ર મોદી વિરુદ્ધ અને અમિત શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. તમે જે વોટ ચોરી કરી છે, અદાણીને જે દેશ વેચ્યો છે, તેના માટે દેશ તમારી પાસેથી ન્યાય માંગશે. તમે ભાગી જવાનો વિચાર ન કરશો. તમે ભાગી નહીં શકો. તમે અહીંના અહીં જ રહેશો. તમારા વિરુદ્ધ જે આ અવાજ છે, તમારા વિરુદ્ધ, અમિત શાહ વિરુદ્ધ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ. તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે, થશે અને થશે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવું પડશે. અમે તેમને છોડવાના નથી. આજની કેન્દ્ર સરકાર, બિહાર સરકાર, યુપી સરકાર, આ બધાં ચોરીની સરકારો છે. આ ચોરોને હટાવવાના છે. રામલીલા મેદાનથી ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે અમે લોકતંત્રને બચાવીશું. અમે પાછળ નહીં હટીએ, લડીશું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે, બંગાળ એસઆઈઆરથી પીડિત છે. જ્ઞાનેશ કુમારે મતગણતરીને હાઇજેક કરી. કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા- તમે ED, CBI લગાવી દો, અમે ડરીશું નહીં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચાલો દિલ્હી માર્ચ ઐતિહાસિક છે. મોદીજી, શાહે યુવાનોના મત છીનવવાનો પ્રયાસ કર્યો. મહિલાઓના મત છીનવવાનો પ્રયાસ કર્યો. તેના વિરુદ્ધ આજે અમે ભેગા થયા છીએ. મોદીજી પોતાના એક ચેલાને બેસાડીને આજે સૌના મત ચોરવાનું કામ કરી રહ્યા છે, તે જ્ઞાનેશ કુમારને હટાવવા માટે અમે અહીં બેઠા છીએ. તે (જ્ઞાનેશ કુમાર) જ્યાં સુધી નહીં જાય, અમે લડતા રહીશું. જ્ઞાનેશને છુપાવવાનો ઘણો પ્રયાસ થયો, પરંતુ તે છુપાશે નહીં. જો તે જમીનની અંદર જતા રહેશે તો પણ તેમને બહાર કાઢીશું. તમે CBI, ED જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયાસ કરો છો, અમે ડરીશું નહીં. મોદી જશે તો જ લોકશાહી બચશે. મોદીને હટાવો, લોકશાહીને બચાવો. દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી યોજાઈ. 19 વિપક્ષી પાર્ટીના નેતાઓ રામલીલા મેદાન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત 19 પાર્ટીઓના નેતાઓ મિન્ટો જંકશનથી માર્ચ કરતા રામલીલા મેદાન પહોંચ્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી માટે રાહુલ ગાંધી ઓપન એર સફારી બસમાં રવાના થયા હતા. તેમની સાથે અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ પણ સવાર હતા. ગુજરાતથી કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તાની દિલ્હી કૂચ:SIR સામે રામલીલા મેદાનમાં યોજાનાર પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સમાચારના અપડેટ માટે નીચે લાઈવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi के समर्थन में उतरे साधु-संत!चंदा चोरी का लगाया आरोप | Rahul Gandhi | Ramleela Maidan
    Next Article
    SIRના વિરોધમાં ગુજરાતના 3 હજાર કાર્યકરો જોડાયા:રાજકોટની હોટેલમાં દારૂ પાર્ટી પર રેડ, 76 લોકો ઝડપાયા; સુરતના ખજોદમાં ફરી વિકરાળ આગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment