Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલાઈ મશીન હટાવા ગયો ને કરંટ લાગતા ઢળી પડ્યો, CCTV:2 મહિના પહેલા જ લગ્ન થયા'તા, સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની રાતે કલાકમાં જ કરંટ લાગવાથી અલગ અલગ 3 યુવાનના મોત

    8 hours ago

    સુરતના અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં મિલ અને સિલાઈ કામ દરમિયાન કરંટ લાગવાથી માત્ર એક જ રાતમાં ત્રણ યુવાનનાં કમકમાટીભર્યા મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય દુર્ઘટનાઓ કૃષ્ણ જન્મોત્સવની મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યાના ગાળામાં જ બની હતી. પ્રથમ બનાવમાં સચિનમાં યુવક અચાનક સિલાઈ મશીન હટાવા ગયો અને કરંટ લાગતાં ઢળી પડયા બાદ મોત થયું. જેના સીસીટીવી સામે આવ્યા છે. બીજા બનાવમા પાંડેસરાની સહજ મિલમાં અનિલ શર્માને વીજકરંટ લાગતા મોત નીપજ્યુ હતું. જ્યારે ત્રીજા બનાવમાં લિંબાયતમાં મશીનરી પર કામ કરતાં કિશાનનો કરંટ લાગવાથી જીવ ગયો છે. પ્રથમ બનાવ સચિન જીઆઇડીસી વિસ્તારમાં સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ધીરજ કુમારનું રાત્રે કામ કરતી વખતે અચાનક સિલાઈ મશીન હટાવા ગયો અને કરંટ લાગતાં ઢળી પડ્યો, ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ધીરજના લગ્ન હજુ માંડ બેથી ત્રણ મહિના પહેલાં જ થયા હતા, ત્યારે નવદંપતીનો સંસાર શરૂ થાય તે પહેલાં જ છીનવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે સચિન જીઆઇડીસી પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક ધીરજના ભાઈ સંતોષે કહ્યું હતું કે, મારો ભાઈ સચિન જીઆઇડીસીમાં ક્લચ કંપનીમાં સિલાઈનું કામ કરતો હતો, તેણે રાતે કામ કરતી વખતે સિલાઈ મશીન પકડતા વેત જ જબરજસ્ત કરંટ લાગ્યો અને તે ત્યાં જ પડી ગયો હતો. જોકે પહેલા પણ મશીનમાં કરંટ આવવાની ફરિયાદ કરી હતી અને રીપેરીંગ વાળાને જણાવ્યું હતું પરંતુ ખબર નહીં તેને રિપેર કર્યું હતું કે નહીં અને આજે કરંટ લાગતા મારા ભાઈનું મોત નીપજ્યું છે. બીજો બનાવ પાંડેસરા સ્થિત સહજ મિલમાં બની હતી, જ્યાં રાત્રિપાળીમાં સિલાઈ મશીન પર કામ કરી રહેલા 21 વર્ષીય અનિલ શર્માને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર મળે તે પહેલાં જ અનિલે દમ તોડી દીધો હતો. મૃતકના પરિવારે મિલ સંચાલકોની ઘોર બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો સીધો આક્ષેપ કરી ન્યાયની માગ ઉઠાવી છે. મૃતક અનિલના સંબંધી દિપક શર્માએ કહ્યું હતું કે, પાંડેસરામાં સહજ મિલમાં અમારો ભાઈ ડાઇંગનું કામ કરી રહ્યો હતો, તે રાત્રે કામ કરતો હતો તે દરમિયાન તે વોશરૂમ માટે ગયો અને ત્યારબાદ ફરી પાછો આવ્યો અને મશીન ચાલુ કર્યું ત્યારે તેને કરંટ લાગ્યો હતો. ત્રીજો બનાવ લિંબાયત વિસ્તારમાં એક મિલમાં મશીનરી પર કામ કરતી વખતે 22 વર્ષીય કિશાન મિત્રા નામના યુવાનનું પણ વીજકરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. એક જ રાતના સમાન સમયગાળામાં ત્રણ-ત્રણ શ્રમિક યુવાનો વીજકરંટનો ભોગ બનતાં મિલ માલિકો અને ફેક્ટરીઓમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ તેમજ કામદારોની સલામતીના અભાવ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જસ્ટિસ ભુઈયાં બોલ્યા- પ્રદર્શનકારીઓ પર અધિકારીઓનો હુમલો ખૂબ જ દુઃખદ:પોલીસનો અભિગમ બદલવો જરૂરી; કસ્ટડીમાં મોત અને નકલી એન્કાઉન્ટર ગંભીર ગુના
    Next Article
    જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરીને જતાં યુવકોને અકસ્માત નડ્યો:ઓખા મઢી ટોલનાકા પાસે ઊભેલી નવીનકોર કિયા કારમાં બાઈક ઘૂસ્યું, 2ની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment