Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જયો, CCTV:150 ફૂટ રીંગરોડ પર બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ મારીમારીને લોહીલુહાણ કરી નાખ્યો

    20 hours ago

    રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પર આજે ભરબપોરે બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા નાસભાગી મચી હતી. અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા પાંચ વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી મેથીપાક ચખાડી લોહીલુહાણ કરી નાખ્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર સર્જાયેલા અકસ્માતના હચમચાવી નાખતા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી આતંક સર્જયો રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળીયાના પુત્ર ધવલે આજે બપોરના સમયે નશાની હાલતમાં 150 રીંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી આતંક સર્જોય હતો. 150 મીટરના અંતરમાં જ એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા બાદ રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટક્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર રીતસનો હાહાકાર મચી ગયો હતો. પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. ધવલને પકડી લોકોએ લોહીલુહાણ કરી નાખ્યો અકસ્માત સર્જનાર કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને એકત્રિત થઇ ગાડીમાંથી બહાર કાઢી બેફામ માર માર્યો હતો જેથી તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલક ધવલ મહેશભાઈ પીપળીયા હોવાનું સામે આવ્યું છે અને તે પોતે નાનામવા રોડ પર આવેલ શ્રી રાજ રેસીડેન્સીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. ધવલના પિતા મહેશભાઈ પીપળીયા બિલ્ડર હોવાનું સામે આવ્યું છે આજે બપોરના સમયે ત પોતાની બાંધકામ સાઈટ પર જઇ રહ્યો હતો ત્યારે નાના મવા સર્કલથી વળાંક લઇ પોતે બાલાજી હોલ ચોક પાસે પહોંચતા સુધી અકસ્માત સર્જ્યો હતો. ચાર ફોરવ્હીલ અને એક બાઈકને અડફેટે લેતા નુકસાન અકસ્માતમાં મારુતિ અલ્ટો કાર નંબર જીજે.03.ડીજી.8591, મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર નંબર જીજે.03.સીઆર.4644, હ્યુન્ડાઇ કંપનીની ઓરા કાર નંબર જીજે.03.એનબી.6567, મહિન્દ્રા કંપનીની XUV 7OO જીજે.03.પીએમ.4912 અને એક હોન્ડા સાઈન જીજે.03.ઇએચ.7163 ને નુકશાન પહોંચ્યું હતું. કારચાલકનું મેડિકલ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હાલ રાજકોટ માલવિયા નગર પોલીસે કારચાલક ધવલ મહેશભાઈ પીપળીયાના બ્લડ સેમ્પલ લેવડાવી નશો કર્યો છે કેમ તે અંગે ખરાઈ કરવા તજવીજ હાથ ધરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત BRTS રેલિંગને પણ નુકશાન પહોચાડ્યું હોવાથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આદિત્ય ધરને ચોર કહેનાર ફિલ્મમેકરનો યુટર્ન!:સંતોષ કુમારે ડિરેક્ટરની માફી માંગી, 'ધુરંધર 2'ની સ્ક્રિપ્ટ ચોરવાનો આરોપ લગાવ્યો હતો ; માનહાનિ કેસ રદ
    Next Article
    MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી વધારા-બેઠક ઘટાડા સામે ABVPનો વિરોધ:ડીનની ખાલી ખુરશી સામે બેસી રામધુન, માગ પૂરી નહીં થયા તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment