Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જયો, CCTV:150 ફૂટ રીંગરોડ પર બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો

    20 hours ago

    રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પર આજે ભરબપોરે બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા નાસભાગી મચી હતી. અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા પાંચ વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી આતંક સર્જયો રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળીયાના પુત્ર ધવલે આજે બપોરના સમયે નશાની હાલતમાં 150 રીંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી આતંક સર્જોય હતો. એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા બાદ રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટક્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર રીતસનો હાહાકાર મચી ગયો હતો. પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. ધવલને પકડી લોકોએ લોહીલુહાણ કરી નાખ્યો નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ધવલને ઝડપીને લોકોએ ઢોર માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન:પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ ઘરે પહોંચ્યો, પત્ની અપર્ણા પણ પહોંચી; મૃત્યુનું કારણ સ્પષ્ટ નહીં
    Next Article
    પારડીમાં ઘરના ACમાંથી 3 સાપ નીકળ્યા:ગરમીથી બચવા ACમાં આશરો; ACની પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યા સીલ ન હોય તો જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment