Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં ઘરના ACમાંથી 3 સાપ નીકળ્યા:ગરમીથી બચવા ACમાં આશરો; ACની પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યા સીલ ન હોય તો જોખમ

    20 hours ago

    રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણીયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરના એર કંડિશનર (AC) મશીનની અંદરથી એકસાથે 3 સાપ નીકળતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં આ સરીસૃપો ઘરમાં ઘૂસ્યા હોવાનું અનુમાન છે, જેમને બાદમાં જીવદયા પ્રેમીઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. AC મશીનમાં સાપની હલચલથી ફફડાટ ઘટનાની વિગત મુજબ, પરિવારના સભ્યો રૂમમાં હતા ત્યારે તેમની નજર દીવાલ પર લાગેલા AC મશીન પર પડી હતી. ACની અંદર સાપ જેવી કોઈક હલચલ દેખાતા જ ઘરના સભ્યો હેબતાઈ ગયા હતા. જ્યારે તેમણે નજીક જઈને તપાસ કરી તો માલૂમ પડ્યું કે મશીનની અંદર એક નહીં પણ 3 સાપ છુપાયેલા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પડકારજનક રેસ્ક્યુ એકસાથે ત્રણ સાપ જોઈને ઘરમાં દોડધામ મચી ગઈ હતી, જે બાદ પરિવારે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ જીવદયા ગ્રુપના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાપ મશીનની અંદરના ભાગમાં ગૂંચળું વળીને બેઠા હોવાથી તેમને બહાર કાઢવાનું કાર્ય ખૂબ જ પડકારજનક અને જોખમી હતું. પેનલ ખોલી સાપોને જંગલમાં મુક્ત કરાયા જીવદયાના સભ્યોએ અત્યંત સાવચેતીપૂર્વક AC મશીનની પેનલ ખોલી હતી. મશીન ખોલતા જ અંદરથી એક પછી એક એમ ત્રણેય સાપોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય સાપ પકડાઈ જતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ આ સાપોને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ઉંચાઈ પર રહેલા ACમાં સાપ કેવી રીતે પહોંચ્યા? આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં એક જ ચર્ચા છે કે જમીનથી આટલી ઊંચાઈ પર અને દીવાલ પર ફિટ કરેલા AC મશીનમાં સાપ કેવી રીતે પ્રવેશ્યા હશે? આ પ્રશ્ન કુતૂહલનો વિષય બન્યો છે, જોકે નિષ્ણાતો આ માટે ટેકનિકલ ખામીને જવાબદાર માને છે. નિષ્ણાતોની સલાહ: પાઇપ હોલ સીલ રાખો નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે ACના આઉટડોર યુનિટ અને ઇન્ડોર યુનિટને જોડતી પાઇપ માટે દીવાલમાં જે હોલ (કાણું) કરવામાં આવે છે, જો તે બરાબર પેક કે સીલ ન હોય તો સાપ ઠંડકની શોધમાં તે રસ્તેથી મશીનમાં પ્રવેશી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ચોમાસા કે ગરમીની સિઝનમાં ACના ડ્રેનેજ પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યાને વ્યવસ્થિત રીતે 'સીલ' રાખવી જોઈએ, જેથી ઝેરી કે બિનઝેરી જીવજંતુઓ ઘરમાં પ્રવેશ ન કરી શકે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જયો, CCTV:150 ફૂટ રીંગરોડ પર બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો
    Next Article
    બેકરીના કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર!:ખંડેરાવ માર્કેટ નજીક mr.Puffમાં કેક ખરીદવા આવેલા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો, કોર્પોરેશનની ફૂડ શાખાએ નમૂના લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment