Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરની દાનપેટી બાદ હવે બાઇક અને દુકાનના તાળાં તૂટ્યા, CCTV:1 જ રાતમાં 2 બાઇક અને કરિયાણાની દુકાનમાંથી ચોરી, 2 બુકાનીધારી CCTVમાં કેદ

    15 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરોએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેશોદની યોગેશ્વર ધામ સોસાયટીમાં ગત મોડી રાત્રે તસ્કરોએ ધામા નાખીને એકસાથે 2 બાઇક તેમજ 1 કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની આ સમગ્ર કરતૂત સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં મોં પર રૂમાલ બાંધેલા 2 બુકાનીધારી શખ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સતત વધી રહેલા ચોરીના બનાવોને પગલે સ્થાનિક મધ્યમવર્ગીય રહીશોમાં ભારે ભયનો માહોલ છે અને પોલીસની ઢીલી કામગીરી સામે ઉગ્ર રોષ ફેલાયો છે. 1 જ રાતમાં 2 બાઇક અને કરિયાણાની દુકાનમાં ચોરીથી ફફડાટ સ્થાનિક રહીશ અરવિંદભાઈ ચૌહાણે પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે યોગેશ્વર ધામ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આશરે 15 દિવસ અગાઉ સ્થાનિક મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી, જેનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં જ ગત રાત્રે તેમના ઘર આંગણે પાર્ક કરેલું ટુ-વ્હીલર ચોરાઈ ગયું હતું. આ ઉપરાંત પાછળની શેરીમાં રહેતા છગનભાઈની કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાંથી રોકડ સહિત માલસામાન ચોરી ગયા હતા. સાથે જ સોસાયટીના અન્ય રહીશ કમલેશભાઈનું હીરો સ્પ્લેન્ડર બાઇક પણ ચોરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મધ્યમવર્ગીય સોસાયટીમાં 2 મહિનામાં ચોરીનો ત્રીજો બનાવ સોસાયટીના રહીશ નિખિલ જોશીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સોસાયટીમાં તમામ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે, છતાં છેલ્લા 2 મહિનામાં અહીં ચોરીનો આ ત્રીજો બનાવ બન્યો છે. ગત રાત્રે રેલવે ટ્રેક નજીક સોસાયટીના છેવાડેથી તેમજ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા રહીશોના બાઇક ચોરાયા છે અને કરિયાણાની દુકાનના તાળાં તૂટ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક પરિવારો પોતાની અને પોતાના માલમિલકતની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત બન્યા છે. CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા અને પેટ્રોલિંગ વધારવા માંગ ઘટના બાદ સ્થાનિક રહીશોએ કેશોદ પોલીસ મથકને તાત્કાલિક જાણ કરી હતી. CCTV ફૂટેજમાં બે શંકાસ્પદ બુકાનીધારીઓની ઓળખ સ્પષ્ટ થઈ રહી હોવાથી રહીશોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ ફૂટેજના આધારે તસ્કરોને સત્વરે દબોચી લેવામાં આવે. આ સાથે જ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે જેથી સામાન્ય નાગરિકો શાંતિથી ઊંઘી શકે અને ચોરાયેલો મુદ્દામાલ તેમજ બાઇક મૂળ માલિકોને પરત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો સેમિનાર:નેત્રદાન અને આંખોની સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
    Next Article
    સાબર ડેરીની 62મી AGM: મીડિયાને પ્રવેશ નહીં:પશુપાલકો માટે જાહેરાત નહીં, ચેરમેન-સેક્રેટરીઓને મોંઘી ભેટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment