Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ પૂર્વે વેરાવળમાં શાંતિ સમિતિ અને આયોજકોની બેઠક:ગરબી સ્થળોએ CCTV, લાઇટિંગ, પેટ્રોલિંગ વધારવા સૂચના; SHE-ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડ તૈનાત

    6 hours ago

    નવરાત્રિના પાવન પર્વ દરમિયાન વેરાવળ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જે.એન. ગઢવીની અધ્યક્ષતામાં ગરબી મંડળના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની ખાસ બેઠક યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ યોજાયેલી આ બેઠકમાં મહિલાઓની સલામતી, ટ્રાફિક નિયમન અને ચોરીના બનાવો અટકાવવા અંગે ચર્ચા કરાઈ હતી. CCTV કેમેરા અને લાઈટિંગ ગોઠવવા કડક સૂચના ગરબી આયોજકોને તમામ પંડાલો અને કાર્યક્રમ સ્થળોએ ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ અસામાજિક પ્રવૃત્તિઓ રોકવાના હેતુથી ગરબી સ્થળની આસપાસના અવાવરુ તેમજ અંધારાવાળા વિસ્તારોમાં પૂરતી લાઈટિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું છે. મહિલા સુરક્ષા માટે સી-ટીમ અને સઘન ચેકિંગ મહિલાઓની સુરક્ષા અર્થે પોલીસની સી-ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોડ સતત કાર્યરત રહેશે. મોટી ગરબીઓમાં મહિલા પોલીસ કર્મચારીઓ સાદા વેશમાં તૈનાત રહી છેડતી કરનારાઓ પર નજર રાખશે. નશાની હાલતમાં રખડતા તત્વો સામે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી કાયદેસરના પગલાં ભરાશે. ચોરી અને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અપીલ નવરાત્રિ દરમિયાન ઘરો બંધ રાખી ગરબે રમવા જતાં લોકોએ સોના-ચાંદીના દાગીના સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ કરાઈ છે. વધુમાં, ચણિયાચોળી ભાડે લેવા કે ખરીદીના નામે થતાં સાયબર ફ્રોડથી બચવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં 112 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઈ:ધોરણ 8 થી 12ની દીકરીઓએ 3 કલાક સુધી ગરબા રમ્યા, વિજેતાઓને ઇનામ મળ્યા
    Next Article
    Jantar Mantar पर भारी सुरक्षा, यात्रियों में गुस्सा, IGI एयरपोर्ट से ग्राउंड रिपोर्ट | CJP Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment