Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં આખલાઓની ધમાલમાં યુવક શિંગડે ભેરવાયો, CCTV:વીરડીમાં ઉલાળતાં ગંભીર, આંબરડીમાં બે આખલા બાખડ્યા, MLAએ સ્થિતિ પારખી કાર રિવર્સ લીધી

    13 hours ago

    અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. સાવરકુંડલા પંથકમાં બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં આંબરડી ગામની મુખ્ય બજારમાં આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું, જ્યારે વીરડી ગામમાં આખલાની અડફેટે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બંને ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં વીરડીમાં દોડતા આખલાઓની અડફેટે એક યુવક ચડ્યો હતો અને શિંગડે ભેરવતા ઊંઘા માથે પટકાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે આંબરડીમાં આખલાઓ સામસામે આવી જતાં ત્યાંથી પસાર થતાં સ્થાનિક ધારાસભ્યએ કાર રિવર્સ લેવાની નોબત આવી હતી. વીરડીમાં આખલાઓની લડાઈમાં યુવક ઘાયલ સાવરકુંડલા તાલુકાના વીરડી ગામમાં આખલા યુદ્ધની ઘટના બની હતી. ગામની બજારમાં જ્યારે 2 આખલાઓ લડી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ લોકોની ભીડ તરફ દોડી આવ્યા હતા. આના કારણે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ લડાઈ દરમિયાન નાળ ગામનો મેહુલ નામનો યુવક આખલાઓની અડફેટે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને યુવકને આખલાઓના ચુંગાલમાંથી બચાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આખલાઓ અચાનક ભીડમાં ઘૂસી આવતા અને લોકો જીવ બચાવવા દોડતા સ્પષ્ટ જોઈ શકાય છે. આંબરડીમાં આખલા યુદ્ધ, ધારાસભ્યની કાર રોકાઈ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની મુખ્ય બજારમાં 2 આખલાઓ પરસ્પર બાખડ્યા હતા, જેના કારણે બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ આખલાઓની આક્રમકતાને કારણે તેમની કારને પાછળ હટાવવાની ફરજ પડી હતી. સ્થાનિક ગ્રામજનોએ જેસીબી મશીનની મદદથી આખલાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં આખલાઓએ ભારે ધમાલ મચાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ ધરાશાયી:લુન્સીકુઈમાં વૃક્ષ નીચે 5 લારીઓ દબાઈ, વીજ લાઈનો તૂટી પડતા સોસાયટીઓમાં અંધારપટ
    Next Article
    ચોમાસાના માઠા સમાચાર, સેટેલાઈટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ:7 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં; અત્યાર સુધીમાં 17% વરસાદની ઘટ, દરિયામાં કરંટથી માછીમારોને એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment