Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ ધરાશાયી:લુન્સીકુઈમાં વૃક્ષ નીચે 5 લારીઓ દબાઈ, વીજ લાઈનો તૂટી પડતા સોસાયટીઓમાં અંધારપટ

    14 hours ago

    નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ભારે પવનને કારણે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. શરબતિયા તળાવ નજીક બનેલી આ ઘટનામાં 4 થી 5 ખાણીપીણીની લારીઓ દબાઈ ગઈ હતી અને વીજ લાઈનો તૂટી પડતાં આસપાસની સોસાયટીઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, વર્ષો જૂનું આ કાયાવાળું વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને માર્ગ પર પડ્યું હતું. વૃક્ષ નીચે પાર્ક કરેલી લારીઓને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે લારી ચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટના સમયે લોકો દૂર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વૃક્ષ પડવાને કારણે રસ્તાની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનના તાર પણ તૂટી ગયા હતા. પરિણામે, આસપાસની રહેણાંક સોસાયટીઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અચાનક વીજળી ગુલ થઈ જતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી પાલિકાની આપત્તિ વ્યવસ્થાપન અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગ પરથી વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ક્રેન અને કટરની મદદથી વૃક્ષને હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, વીજ કંપનીને જાણ કરીને તૂટેલી લાઈનો રિપેર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા:2010 પહેલા શિક્ષકોને મુક્તિની માગ, માગણી ન સંતોષાય તો દિલ્હી સુધી આંદોલનની ચીમકી
    Next Article
    અમરેલીમાં આખલાઓની ધમાલમાં યુવક શિંગડે ભેરવાયો, CCTV:વીરડીમાં ઉલાળતાં ગંભીર, આંબરડીમાં બે આખલા બાખડ્યા, MLAએ સ્થિતિ પારખી કાર રિવર્સ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment