Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન બ્રિજ પાસે ફરી જોરદાર અકસ્માત, CCTV:મિત્રની સ્વિફ્ટ ફૂલ સ્પીડમાં હંકારતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગયો, BMW સહિત 3 કારને અડફેટે લીધી; આરોપી સારવારમાંથી ફરાર

    13 hours ago

    અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018) કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ફરીને સર્વિસ રોડ પર પડેલ BMW સહિત ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જ્યારે અમદાવાદ શહેર ટ્રાફિકના PSI ભરત પંડ્યાની (GJ04 DA6745) કારની ડેકીમાં દારૂની બોટલ હતી અને નશામાં સાબરમતી વિસ્તારમાં અક્સ્માત કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા અકસ્માત સર્જનાર હિમાંશુને 108માં સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન હિમાંશુ હોસ્પિટલમાંથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતની ત્રણ તસવીર સ્વીફ્ટ કારમાં છ લોકો સવાર હતા અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી ફોર-વ્હીલર કાર લાવ્યો હતો. કારમાં કુલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ પાસે આવતા જ ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતના ધડાકાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો ઈનોવા કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી i20 ગાડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક BMW કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી. હિમાંશુએ કાર તે ચલાવતો હોવાનું સ્વીકાર્યું સીસીટીવી પણ જોઈ શકાય છે કે, બેફામ સ્પીડમાં આવતી કાર કેવી રીતે દિશા બદલીને એક પછી એક ગાડીઓનો કચ્ચરઘાણ વાળે છે. કારચાલક હિમાંશુએ પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જ્યો હોવાનું વીડિયોમાં સ્વીકાર્યું છે. એસજી 2 ટ્રાફિક પોલીસ સ્થળે દોડી ગઈ હતી વારંવાર બનતી આવી ઘટનાઓથી હવે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાના ડર વગર રોડ પર ઓવર સ્પીડિંગમાં ગાડીઓ દોડાવતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા આવા નબીરાઓ સામે પોલીસ ક્યારે સખત પગલા લેશે તે મોટો સવાલ ઉભો થયો છે. હાલ તો એસજી 2 ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના PSI ભરત પંડ્યાનો પણ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં PSI પંડ્યાની (GJ04 DA6745) કારની ડેકીમાં દારૂની બોટલ હતી. તેમણે દારૂ પીધેલી હાલતમાં સાબરમતી વિસ્તારમાં ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ PSI પંડયાને ઘેરીને વિડિયો બનાવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી PSI પંડ્યા અને ગાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલ બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા PSI ભરત પંડ્યા રિંગ રોડ તરફ રહે છે. અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો વિડિયો સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા. PSI પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    38 साल पुराना दूरदर्शन का सुपरहिट शो, बेस्टसेलर हिंदी नॉवेल पर था आधारित, अमरीश पुरी, एके हंगल, ओम पुरी ने दिखाया 1947 बंटवारे का दर्द, IMDb रेटिंग 8.9
    Next Article
    વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 49.78 લાખ પડાવ્યા:ન્યૂડ યુવતીનો વીડિયો કોલ કરી તરત કટ કર્યો, બાદમાં ‘વીડિયો રેકોર્ડ થઈ ગયો’ કહી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment