Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 49.78 લાખ પડાવ્યા:ન્યૂડ યુવતીનો વીડિયો કોલ કરી તરત કટ કર્યો, બાદમાં ‘વીડિયો રેકોર્ડ થઈ ગયો’ કહી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું

    12 hours ago

    વાડજના 26 વર્ષીય યુવકને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની ધમકી બાદ ગઠિયાઓએ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યૂબના અધિકારી તરીકે ઓળખ આપી યુવકને પોલીસ કાર્યવાહી, ધરપકડ અને કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. આ રીતે ડરાવી-ધમકાવી યુવક પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અજાણ્યા નંબરથી આવેલા વીડિયો કોલમાં ન્યુડ યુવતી હતી ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક 3 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે પોતાના ઘરે મોબાઇલ ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન તેના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. આ જોઈને યુવકે તરત જ કોલ કટ કરી દીધો હતો અને નંબર બ્લોક કરી દીધો હતો. બીજા નંબરથી ફરી કોલ કરી ધમકી આપી થોડા સમય બાદ ફરીથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આ વખતે સામેની વ્યક્તિએ યુવકને કહ્યું કે, તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ થઈ ગયો છે અને જો વીડિયો વાઇરલ થતો અટકાવવો હોય તો આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. યુવકે ફરીથી ફોન કટ કરી નંબર બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સામેથી એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેને યુવકે ડિલિટ કરી દીધો હતો. બનાવટી સાયબર અધિકારી બની ધરપકડનો ડર બતાવ્યો 27 સપ્ટેમ્બર, 2026ના રોજ ફરીથી યુવકને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સંજય અરોરા તરીકે આપી હતી. ન્યૂડ વીડિયો કોલિંગ અંગે વાત કરી પોલીસે કાર્યવાહી કરવાની હોવાનું જણાવતા યુવક ગભરાઈ ગયો હતો. કથિત પોલીસ અધિકારીએ રીતે યુવકને જણાવ્યું હતું કે, ન્યૂડ વીડિયો સંબંધિત ગુનામાં તેને સાત વર્ષની સજાની જોગવાઈ છે અને અમદાવાદ પોલીસની મદદથી તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારબાદ ધરપકડથી બચવા માટે યુટ્યૂબના અધિકારી સાથે વાત કરી યોગ્ય પ્રોસેસ કરાવવાની વાત કહી હતી. યુવકે છુટકારો મેળવવા પૈસા આપવાનું નક્કી કર્યું યુવકને ડરાવ્યા બાદ કથિત પોલીસ અધિકારીએ તેની વાત હેમંત મલહોત્રા નામના યુટ્યૂબ અધિકારી સાથે કરાવી હતી. હેમંત મલહોત્રાએ યુવકના નામે બે ન્યૂડ વીડિયો આવી ગયા હોવાનું કહી તેને ડિલીટ કરાવવા માટે રૂ.71,250નો ચાર્જ હોવાનું જણાવ્યું હતું. પોલીસ અને યુટ્યૂબ અધિકારીના નામથી ડરી ગયેલા યુવકે સમગ્ર મામલામાંથી છૂટકારો મેળવવા માટે રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ એક પછી એક અલગ-અલગ કારણો આપી તેની પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. યુટ્યૂબ અધિકારીના નામે લાખો રૂપિયા પડાવ્યા ગઠિયાઓએ યુવકને સતત ડરાવી-ધમકાવી તેનો ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની તેમજ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. પોલીસ કાર્યવાહી અને ધરપકડનો ભય બતાવી અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ કથિત પોલીસ અધિકારીએ વધુ રૂપિયાની માંગણી કરી હતી. આખરે પોતે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું સમજાતા યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓએ કયા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા તથા આ ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન બ્રિજ પાસે ફરી જોરદાર અકસ્માત, CCTV:મિત્રની સ્વિફ્ટ ફૂલ સ્પીડમાં હંકારતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગયો, BMW સહિત 3 કારને અડફેટે લીધી; આરોપી સારવારમાંથી ફરાર
    Next Article
    Woman Drugged, Gang-Raped After Being Lured With Spa Job Offer In Kerala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment