Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ પર રહેશે:નવરાત્રીમાં દરેક ગરબા આયોજકોએ CCTV લગાવવા પડશે, AI ટેકનોલોજીથી ભાગદોડ ન થાય એવી વ્યવસ્થા ગોઠવાશે

    1 day ago

    આગામી નવરાત્રીના તહેવારને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. ગરબાના આયોજકે ફાયર એનઓસી, ઈલેક્ટ્રીક સર્ટિફિકેટ અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ પોલીસ પરવાનગી ઝડપથી મળી રહે તેના માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઇને આયોજકોના સંપર્કમાં રહેવા માટે જાણ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગરબા સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા પડશે. મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈનાત અને AI ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળો ઉપર જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અને ગરબાના આયોજનને લઈને આયોજકો અને શી ટીમ સાથે બેઠક કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની મહિલાઓ સાથે છેડતી ન થાય તેના માટે પોલીસની સીટિંગ કહેનાત રહેશે તેમ જ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે જેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભાગદોડ અટકાવવા અને તોફાની તત્વોને ડામવા ફેસ રેકોગ્નિશન કેમેરા નવરાત્રી પર્વમાં ગરબા રમવાના ગ્રાઉન્ડની જે કેપેસિટી હોય એના કરતાં વધારે લોકો ભેગા ના થાય અને ભાગદોડ ન થાય તેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન અગાઉ જ્યાં કોઈપણ અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું હોય એવા સ્થળો પર ફેસ રેકોર્ડ કેમેરા લગાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને લઈને શહેરમાં સંપૂર્ણપણે પોલીસની ટીમો તેનાત રહેશે. લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રસ્તા પર રહેશે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાઈને તેને લઈને ધ્યાન આપવામાં આવશે. મોડી રાત્રે ગરબા પૂરા થાય ત્યારે એક સાથે મોટી સંખ્યામાં લોકો ઘરે જવા માટે નીકળતા હોય છે ત્યારે રોડ ઉપર વધારે ટ્રાફિક જામ ન થાય અને કોઈ અકસ્માત ન થાય તેના માટે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ હાજર રહેશે. જ્યાં સુધી લોકો રાત્રે ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ ઉપર તેનાત રહેશે. પોલીસને સહયોગ આપવા અપીલ દરેક યુવાઓને અપીલ કરવામાં આવે છે કે, નવરાત્રીના તહેવારને માતાજીના આરાધના સાથે ઉજવે. આપણાથી કોઈ અન્ય લોકોને તકલીફ ન પડે તેમજ બીજા ગરબા રમવા વાળાઓને કોઈ તકલીફ ન પડે અને બહેન- દીકરીઓની સુરક્ષા જળવાઈ રહે તેના માટે પોલીસને સહયોગ આપશો. નવરાત્રી નો તહેવાર પોલીસની સુરક્ષા વચ્ચે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવશે એવી શહેર પોલીસ કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને સાધન સહાય અપાઈ:કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીએ CCTV કેમેરા, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ આપી
    Next Article
    પાટણ નગરપાલિકાનું ઈ-નગર પોર્ટલ 4 દિવસ બંધ રહેશે:1થી 4 ઓક્ટોબર સુધી ઓનલાઈન સેવાઓ બંધ, નવું 2.0 પોર્ટલ લોન્ચ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment