Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટકના ચાર મંદિરોમાં ચારી કરતી દાહોદની ગેંગ, CCTV:સારોલી પોલીસે બે રીઢા ગુનેગારોને નિયોલ ચેકપોસ્ટથી દબોચ્યા, 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    5 days ago

    સુરત શહેરની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં આવેલા ચાર પ્રખ્યાત મંદિરોમાં ચોરી કરી ભાગી રહેલા દાહોદના બે રીઢા ગુનેગારોને પોલીસે નિયોલ ચેકપોસ્ટ નજીકથી દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કર્ણાટકની 4 મોટી મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જે પૈકીની કેટલીક ચોરી સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આરોપીઓ પાસેથી 4.4 કિલોથી વધુ વજનના ચાંદીના ધાર્મિક આભૂષણો, રોકડ અને મોબાઈલ મળી કુલ 8,50,003નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે બે આરોપીઓ ઝડપાયા સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આર. વેકરીયા અને સર્વેલન્સ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ અને કોન્સ્ટેબલ મનિષભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કર્ણાટકમાં ચોરી કરનારી ટોળકી કપડાંના વર્ણન સાથે અંત્રોલી ગામ તરફથી ચાલીને નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ભુરજીભાઈ ખેમચંદભાઈ ઉર્ફે કેમચંદભાઈ મખોડીયા (ઉં.વ. 44, રહે. સિમલીયા ખુર્દ, દાહોદ) અને વિજયભાઈ બાબુભાઈ ગુંડીયા (ઉં.વ. 27, રહે. ગુંડીયા, ગરબાડા, જી. દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. મૂર્તિના મુગટ અને દીવીઓ સહિત 8.50 લાખનો સામાન રિકવર પોલીસે જ્યારે બંને આરોપીઓની તલાશી લીધી તો તેમની પાસેથી ભારે માત્રામાં ચાંદીના ધાર્મિક આભૂષણો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 4,413.050 ગ્રામ (4.4 કિલોથી વધુ) ચાંદીના દાગીના (જેની કિંમત ₹7,98,003), 41,000 રોકડા અને 11,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન. આમ કુલ મળીને 8,50,003નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-106 મુજબ જપ્ત કર્યો છે. રિકવર કરાયેલા સામાનમાં ભગવાનની મૂર્તિના 8 નંગ ચાંદીના મુગટ, 4 નંગ ચાંદીની દીવીઓ, 18 નંગ ચાંદીના કુંદર, બાજુબંધ, કલગી અને ધાતુની થાળીઓનો સમાવેશ થાય છે. કર્ણાટકના આ 4 પોલીસ સ્ટેશનના ચોરીના ગુના ડિટેક્ટ થયા ડીસીપી ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ બાદ સંબંધિત કર્ણાટક પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરીને ગુનાની એફ.આઈ.આર. નકલો મંગાવવામાં આવી છે. આ ગેંગે કર્ણાટકના ચાર વિસ્તારોમાં ચોરીની કબૂલાત કરી છે. જેમાં કોટે પોલીસ સ્ટેશન (ચિત્રદુર્ગ જિલ્લો), બસવનગર પોલીસ સ્ટેશન (દાવણગેરે જિલ્લો), ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન (હુબલી-ધારવાડ જિલ્લો) અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન (હુબલી-ધારવાડ જિલ્લો)નો સમાવેશ થાય છે. મજૂરીના બહાને અન્ય રાજ્યમાં જવું અને બંધ મકાન-મંદિરોની રેકી કરવી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગત 7મી તારીખે દાહોદથી ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ વોલ્વો બસ પકડીને હુબલી (કર્ણાટક) ગયા અને ફરી ટ્રેન દ્વારા ચિત્રદુર્ગ પહોંચ્યા હતા. આ ટોળકી પોતાનો જિલ્લો અને રાજ્ય છોડીને બહારના રાજ્યોમાં મજૂરી કામ અર્થે જતી હતી, જેથી કોઈને શંકા ન જાય. ત્યાં રોકાણ દરમિયાન તેઓ સોસાયટીઓમાં બંધ મકાનો કે અનઅટેન્ડેડ મંદિરોની રેકી કરતા હતા. જ્યાં સરળતાથી ચોરી થઈ શકે તેમ હોય તે લોકેશન નક્કી કરી મધ્યરાત્રિએ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ લૂંટ અને મારામારીમાં સામેલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ભુરજીભાઈ મખોડીયા અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. વિજયભાઈ ગુંડીયા દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલો છે. હાલમાં સારોલી પોલીસ આ ટોળકીના અન્ય સભ્યો અને તેઓએ અગાઉ આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ પૂછપરછ અને તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં 18 રક્તદાતાઓએ રક્તદાન કર્યું:સદગુણા હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો
    Next Article
    Racism Row Hits FIFA WC 2026 Over Match Official's Hand Gesture On Live TV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment