Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉન મદ્રેસામાં બુરખાધારીનો આતંક CCTVમાં કેદ:8.45 લાખની મત્તા ચોરી પુરાવા મટાડવા ઓફિસ સળગાવી

    1 day ago

    સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત મદ્રેસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક CCTV ફૂટેજમાં જોવા મળ્યો છે, જેમાં એક બુરખાધારી શખ્સ અત્યંત ચાલાકીથી મદ્રેસાના ગેટની અંદર જતો સ્પષ્ટ દેખાય છે. આ અજાણ્યા શખ્સે મોડી રાત્રે મદ્રેસાના સંકુલમાં પ્રવેશ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વહેલી સવારે પોણા ચાર વાગ્યે ખેલાયો ચોરીનો ખેલ પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે આશરે પોણ ચાર વાગ્યાની આસપાસ બની હતી. મદ્રેસાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, એક શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મુખ્ય ગેટની અંદર પ્રવેશ્યો હતો. ગેટની અંદર ગયા બાદ તેણે સીધો જ મદ્રેસાની ઓફિસ તરફ પ્રયાણ કર્યું હતું. આ શખ્સે ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તિજોરી સાફ કરી 8.45 લાખની મત્તાની લૂંટ આરોપીએ ઓફિસમાં રાખેલા કબાટ અને તિજોરીને નિશાન બનાવી હતી. તેણે કબાટમાંથી અંદાજે 7,50,000 રૂપિયાની રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. આટલું જ નહીં, ટેબલ પર રાખેલા આશરે 95,000 રૂપિયાની કિંમતના 4 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ આ બુરખાધારી શખ્સ ચોરી કરી ગયો હતો. આમ, કુલ 8,45,000 રૂપિયાની માતબર રકમની ચોરી કરીને આરોપીએ મદ્રેસાના વહીવટકર્તાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. પુરાવા નાશ કરવા ઓફિસમાં લગાડી આગ ચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા અને સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવાનો નાશ કરવાના ઈરાદે બુરખાધારી શખ્સે ઓફિસમાં આગ ચાંપી દીધી હતી. આગને કારણે ઓફિસમાં રહેલા અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો, ફર્નિચર અને કોમ્પ્યુટર સેટ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે મદ્રેસાના અન્ય ભાગોમાં સૂતેલા લોકોને સમયસર જાગ થઈ જતાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો, નહીંતર આખી ઈમારત લપેટમાં આવી શકે તેમ હતી. ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આ મામલે મદ્રેસાના સંચાલક અબ્દુલ અહમદ ખલીલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 માર્ચ 2026ના રોજ રાત્રે 22:30 કલાકે સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ જાણીજોઈને બુરખાનો ઉપયોગ કર્યો હતો જેથી તેની ઓળખ ન થઈ શકે. હાલમાં FSLની ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે. જાણભેદુ હોવાની શંકા સાથે તપાસ તેજ હાલમાં પાંડેસરા પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજમાં દેખાતા બુરખાધારી શખ્સના રૂટને ટ્રેક કરી રહી છે. ગેટની અંદર જતા દેખાતા આ શખ્સની ઊંચાઈ અને ચાલવાની ઢબ પરથી પોલીસ તેને ઓળખવાના પ્રયાસો કરી રહી છે. પોલીસને શંકા છે કે આ કોઈ જાણભેદુ વ્યક્તિનું કામ હોઈ શકે છે જે મદ્રેસાની ઓફિસ અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તેનાથી વાકેફ હતો. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રામનવમીની શોભાયાત્રામાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ:45મી ભવ્ય રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, તોરણવાળી માતાના ચોકથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાયું હતું
    Next Article
    પંચમહાલમાં ડૉલર બદલવાના બહાને 15 લાખની છેતરપિંડી:બે અજાણ્યા સામે કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment