Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ડૉલર બદલવાના બહાને 15 લાખની છેતરપિંડી:બે અજાણ્યા સામે કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ

    22 hours ago

    પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને ₹15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને સ્વામિનારાયણ સંસ્થાના સેવક તરીકે ઓળખાવી, ડૉલરને ભારતીય રૂપિયામાં બદલવા માટે મદદ માંગી હતી. શરૂઆતમાં મુકેશભાઈએ શંકા વ્યક્ત કરી વાતચીત ટાળી હતી, પરંતુ આરોપી સતત તેમના સંપર્કમાં રહ્યો. તેણે વધુ મોટી રકમના ડૉલર બદલવાની લાલચ આપી મુકેશભાઈને વિશ્વાસમાં લીધા અને આ કામ માટે તૈયાર કર્યા. 24 માર્ચના રોજ વહેલી સવારે મુકેશભાઈ ભાડાની કારમાં ડ્રાઈવર સાથે ગોધરા તરફ નીકળ્યા. માર્ગમાં ટુવા નજીક પહોંચતા અજાણ્યા ઈસમે તેમને કેનાલ પાસે એક વ્યક્તિને પૈસા આપવાની સૂચના આપી. ત્યાં પહોંચતા એક અજાણ્યો વ્યક્તિ મળ્યો, જેણે ફોન પર વાત કરાવી વિશ્વાસ પેદા કર્યો અને મુકેશભાઈ પાસેથી ₹15 લાખ ભરેલી બેગ લઈ લીધી. બદલામાં આરોપીએ મુકેશભાઈને કાળી થેલીમાં ડૉલર આપ્યા. ત્યારબાદ તે રેલવે લાઇન ઓળંગીને ભાગી ગયો અને તેના બીજા સાથી સાથે બાઈક પર ફરાર થઈ ગયો.શંકા જતાં મુકેશભાઈએ થેલી ખોલી તપાસ કરતા તેમાં માત્ર 495 ડૉલર જ હોવાનું સામે આવ્યું, જે ભારતીય કરન્સી મુજબ અંદાજે ₹45,000 જેટલું થાય છે. આ રીતે મોટી રકમની છેતરપિંડી થતાં મુકેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. કાંકણપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉન મદ્રેસામાં બુરખાધારીનો આતંક CCTVમાં કેદ:8.45 લાખની મત્તા ચોરી પુરાવા મટાડવા ઓફિસ સળગાવી
    Next Article
    એલસીબીએ બગવદરમાં દરોડો પાડ્યો:2.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment