Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય યોગેશ પટેલના ભત્રીજાના ઘરમાં ચોરી, CCTV:રાવપુરામાં આવેલા મકાનમાંથી રૂ. 5.80 લાખ ગાયબ, શંકાસ્પદ મહિલા સીસીટીવીમાં કેદ

    8 hours ago

    વડોદરાના ભરચક્ક રાવપુરા વિસ્તારમાં રહેતા ટ્રાવેલર્સ અને ધારાસભ્ય યોગેશ પટેલના ભત્રીજા અમીષ પટેલના ઘરમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે. વહેલી સવારે માતા મંદિરે દર્શન કરવા અને પુત્ર કમાટીબાગ ખાતે ગયો હતો. તેનો લાભ લઈ તસ્કરે ચાવી વડે મકાનનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ તથા લેપટોપ મળી રૂ.5.80 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે સીસીટીવી ચેક કરતા એક મહિલા શંકાસ્પદ હાલતમાં જણાઈ રહી હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બંધ ઘરમાં ત્રાટકી રોકડ અને લેપટોપ સહિત રૂ. 5.80 લાખના મુદ્દામાલની ચોરી શહેરના રાવપુરાના અમદાવાદી પોળ કડવા શેરી વિસ્તારમાં રહેતા અમીષ સુનીલભાઈ પટેલ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ભત્રીજા થાય છે. શિયાપુરા મસ્જિદની ગલી ખાતે ધ ગ્લોબલ એઝ કન્સલ્ટન્ટ નામે ઓફિસ ચલાવે છે. હાલમાં તેમની પુત્રીને શાળામાં વેકેશન હોવાથી પત્ની પિયર ગઈ હતી અને ઘરમાં તેઓ તથા તેમની માતા હંસાબેન જ હાજર હતા. ગુરુવારે વહેલી સવારે અમીષ પટેલ રોજની જેમ કમાટીબાગ ખાતે વોકિંગ માટે ગયા હતા, જ્યારે તેમની માતા અંબામાતા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન મકાનની ચાવી મુખ્ય દરવાજા પાસે આવેલા સ્ટોરરૂમમાં સામાન ઉપર રાખવામાં આવી હતી. સ્ટોરરૂમને તાળું ન હતું અને માત્ર સ્ટોપરથી બંધ કરવામાં આવ્યું હતું. સવારે અંદાજે 9 વાગ્યે અમીષ પટેલ ઘરે પરત ફર્યા ત્યારે તેમની માતાએ બેગ વિશે પૂછતા ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મેઈન રૂમના ટેબલ પર મુકેલી બેગ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બેગમાં છેલ્લા સાત દિવસના ધંધાની આશરે રૂ.5 લાખ રોકડ રકમ તેમજ અંદાજે રૂ.80 હજાર કિંમતનું લેપટોપ મુકેલું હતું. સ્ટોરરૂમમાંથી ચાવી મેળવી મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અજાણ્યા તસ્કરે સ્ટોરરૂમમાંથી ચાવી મેળવી મુખ્ય દરવાજાનું તાળું ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રોકડ રકમ અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે બાળક સાથે વિસ્તારમાં માંગવા માટે આવેલી મહિલા તેમના ઘરમાંથી બહાર શંકાસ્પદ હાલતમાં નીકળતી જોવા મળી રહી છે. આ મહિલાએ ચોરીને અંજામ આપ્યો હોય તેવી આશંકા હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી તરફી માહોલ જોવાયો:શેરબજારમાં ઉછાળે રોકાણકારોનું સાવચેતી પૂર્વક વલણ
    Next Article
    યુવકે રીલ બનાવવા દીપડાને દોડાવ્યો, VIDEO:બોલ્યો- મેં એવું કામ કર્યું જે આખી દુનિયામાં કોઈ ન કરી શકે, વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાના ધજાગરા ઉડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment