Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને લિવ-ઇન પાર્ટનરે પછાડી પછાડીને પતાવી દીધી, CCTV:આડા સંબંધની શંકાએ ફૈઝલ હેવાન બન્યો, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં લોકોએ તમાશો જોયો

    14 hours ago

    ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે 3 ઓગસ્ટે આડા સંબંધની શંકા રાખીને ફેઝલ ઉર્ફે ખાટકીએ લિવ-ઇન પાર્ટનર કાજલને જમીન પર પછાડી પછાડીને મારી નાંખી છે. જો કે માર માર્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હિંસક ઘટના વખતે બહેનને બચાવવા ગયેલા તેના ભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હોવાની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTVમાં કેદ થઈ ગઈ છે. નિલમબાગ પોલીસે ફેઝલ સામે હત્યાનો ગુનો નોંધીને દબોચી લીધો છે. માર મારીને વારંવાર પછાડી, મહિલાનું ગંભીર ઈજાથી મોત સિંધાલે વધુમાં કહ્યું હતું કે, આ બાબતનું મનદુઃખ રાખી ગઈકાલે બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન આ ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી ફૈઝલે કાજલને શરીરે મૂંઢમાર માર્યો હતો તેમજ મુખ્ય અંગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, આ ઘટનાના મુખ્ય પ્રત્યક્ષદર્શી સાક્ષી રવિ ઉર્ફે બાંડાને પણ તેણે માર માર્યો હતો. 'ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડાયો હતો. આ મામલે મૃતક કાજલબેનના માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. પોલીસે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ઝડપી લીધો છે અને હાલમાં આ કેસની આગળની તપાસ ચાલું છે.' 'હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી' કાજલબેન લગ્નજીવનના છૂટાછેડા બાદ છેલ્લા 13 વર્ષથી પોતાનું બાળક મૂકીને ઘરેથી નીકળી ગયા હતા અને ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની ફુટપાથ પર એકલા રહેતા હતા. આ દરમિયાન છેલ્લા આઠેક વર્ષથી ત્યાં જ રહેતા વરતેજના ફેઝલ ઉર્ફે ખાટકી સાથે પરિચય થતાં બંને સાથે રહેતા હતા. અવારનવાર ઝઘડા થવા છતાં કાજલબેન તેની સાથે જ રહેતા હતા. બનાવના દિવસે ફેઝલે 'હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી' તેમ કહી કાજલબેનને અપશબ્દો બોલી આડેધડ ઢોરમાર માર્યો હતો. હત્યાનો ગુનો નોંધીને યુવાનને ઝડપ્યો ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યક્ષદર્શી યુવકની પૂછપરછ કરી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો ભાવનગરમાં જમાઈ બ્લોક માથામાં મારી સસરાને મોતને ઘાટ ઉતાર્યા ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં 28 મેની સાંજે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા (ઉં.વ. 60) પર જીવલેણ હુમલો કરી, માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત નાયબ સચિવ સહિત પરિવારને જેલમાં ધકેલાયા, ચાર્જશીટ ફાઇલ:ગાંધીનગર નિરવ-મીરાં દવેનું હાઈપ્રોફાઈલ કૌભાંડ, કોર્ટના આદેશથી ફરી તપાસ; આંકડો 80 કરોડે પહોંચી શકે
    Next Article
    RCB And KKR Stars Picked As Net Bowlers For Shreyas Iyer And Co. At Asian Games 2026: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment