Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર ભાઈ-બહેનના ભયાનક અકસ્માતના CCTV:થાંભલા સાથે અથડાઈને મોપેડ 50 ફૂટ ફંગોળાયું, અમદાવાદમાં માતાની ઓફિસથી પરત ઘરે જતાં હતા, બંન્નેના મોત

    1 day ago

    અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર અકસ્માતના ભયાનક CCTV સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે જતા મોપેડ સવાર સગીર વયના ભાઈ-બહેન સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયા હતા. જે બાદ નીચે પટકાયા હતા. આ ઘટનામાં ભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બહેનને ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ભાઈ-બહેન નીચે પટકાયા બાદ મોપેડ 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી 50 મીટર દૂર અકસ્માત પાલડી વિસ્તારમાં શાંતિવનમાં રહેતા બે સગીર વયના ભાઈ-બહેન 27 જુલાઈના બપોરના સમયે મોપેડ પર પોતાના માતાની ઓફિસ નવરંગપુરા ખાતે ગયા હતા. જે બાદ નવરંગપુરા રિવરફ્રન્ટ થઈને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી 50 મીટર દૂર મોપેડ પૂર ઝડપે સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયું હતું. મોપેડ અથડાતા ભાઈ-બહેન નીચે પટકાયા હતા. 17 વર્ષીય કાવ્ય મહેતાનું મોત, બહેનનું પણ સારવારમાં મોત અકસ્માતમાં કાવ્ય નિષિધભાઈ મહેતા નામના 17 વર્ષના સગીરનું માથામાં ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલી 14 વર્ષની સગીરા જૈના નિષિધ મહેતાને ગંભીર હાલતમાં SVP હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. મૃતકોના મૃતદેહ પીએમ માટે ખસેડ્યાં બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સગીર પાસે લાયસન્સ હતું કે નહીં તેની તપાસ પોલીસ દ્વારા મૃતક સગીર પાસે લાયસન્સ હતું કે કેમ? તેની તપાસ કરવામાં આવશે. વાહન કોનું હતું, વાહન માલિકની પણ તપાસ કરવાના આવશે. સગીરને લાયસન્સ વિના વાહન આપવામાં આવ્યું હશે તો તેની સામે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો: 14 જુલાઈ: વડોદરામાં હિટ એન્ડ રન, કારે બાઈકને ઉડાવ્યું વડોદરા શહેરમાં 14 જુલાઈ વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં VIP રોડ પર થયેલા અકસ્માતમાં કુલ ત્રણ યુવક ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રક્ષિત કાંડની યાદ અપાવતા ભયાનક હિટ એન્ડ રનના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ મિત્રો જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી કારે ભયાનક ટક્કર મારતા બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ દૂર સુધી જતા CCTV ફૂટેજમાં દેખાય રહ્યું છે. આ ઘટનામાં બે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.સંપૂર્ણ સમાચાર વાંચો 28 જૂન: અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત અમદાવાદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે 28 જૂનની મોડીરાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. રોડ ક્રોસ કરતા સમયે એક સફેદ કલરની કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર જતા ત્રણ યુવકમાંથી બે હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. ભયાનક ટક્કરનો અવાજ સાંભળીને દોડી આવેલા લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવામાં ખસેડ્યા હતાં, જ્યાં એકનું મોત નીપજ્યું હતું.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    યૌન અપરાધી એપસ્ટીનની કરોડોની સંપત્તિ કોને મળશે:બેલારુસની ડેન્ટિસ્ટ સૌથી મોટી દાવેદાર, એપસ્ટીને મૃત્યુ પહેલાં છેલ્લો ફોન તેમને કર્યો હતો
    Next Article
    ઘર કા ભેદી લંકા ઢાયે:દેવું થઇ જતાં મોડાસામાં યુવકે પોતાના જ ઘરમાં 1.30 લાખની ચોરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment