Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભા શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર, CCTV:વિવિધ વિસ્તારમાં 5 પશુઓનો શિકાર કર્યો, સ્થાનિકોમાં ભયનો માહોલ

    7 hours ago

    અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. મોડી રાત્રે બે સિંહો શહેરના રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવ્યા હતા. આશ્રમપરા અને મહાદેવપરા જેવા વિસ્તારોમાં સિંહની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ સિંહોએ ખાંભા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 5 પશુઓનો શિકાર કર્યો હતો. રહેણાક વિસ્તારમાં સિંહોની અવરજવર અને પશુઓના શિકારથી સ્થાનિકોની ચિંતા વધી છે. બે દિવસ પહેલા પણ ખાંભા શહેરમાં સિંહોએ પશુઓનો શિકાર કર્યો હતો. સતત બે દિવસમાં સિંહોની હાજરીથી લોકોમાં ડર ફેલાયો છે. સિહોની લટાર CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. શહેરમાં વારંવાર સિંહોની અવરજવરને કારણે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. તેઓ સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવા અને રાત્રિના સમયે જરૂરી સાવચેતી રાખવાની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત:યુપીમાં 3 બાળકોનાં મોત, લલિતપુરમાં પુલ પર પાણી; મહારાષ્ટ્ર-છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાં વરસાદનું યલો અલર્ટ
    Next Article
    તૂટેલા રસ્તા પર થીગડાં બાદ નારિયેળ ફોડી નેતાઓનું ફોટો સેશન:રિપેરિંગ કામ પૂર્ણ થતા ગોથાણ-ઉમરા માર્ગને ભાજપ કોર્પોરેટરોએ ફરીથી શરૂ કરાવ્યો, 25000થી વધુ વાહનચાલકોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment