Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તો ક્રોસ કરતી બે બાળકી-મહિલાને બાઈક ચાલકે ઉડાવ્યા, CCTV:એક બાળકીનું મોત, મહિલા અને અન્ય એક બાળકીને ઈજા, શહેરના માણેજા ક્રોસિંગથી જામ્બુવા જવાના માર્ગ પરનો બનાવ

    1 day ago

    વડોદરા શહેરમાં રોડ ક્રોસ કરતી બે બાળકી અને એક મહિલાને પૂરપાટ ઝડપે 19 વર્ષીય બાઈક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકી અને મહિલાને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ભયાનક અકસ્માતના કંપારી છૂટી જાય એવા CCTV પણ સામે આવ્યા છે. બેફામ સ્પીડમાં ત્રણને બાઈકની ટક્કર CCTVમાં કેદ મોડી રાત્રે શહેરના માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા માર્ગ પર વોલ્ટેમ કંપની નજીક વનરાજ કોમ્પલેક્ષ સામે સર્જાયેલા આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી બાઈકે રસ્તો ક્રોસ કરી રહેલી બે બાળકી અને એક મહિલાને જોરદાર ઉડાવ્યા હતા. બેફામ સ્પીડે બાઈકની ટક્કરથી એક નાની બાળકીનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા અને અન્ય એક બાળકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 19 વર્ષીય ચાલક મોહિત પટેલની અટકાયત અકસ્માત બાદ પોલીસે મકરપુરામાં લાલજી મંદિર પાસે રહેતા 19 વર્ષીય બાઈક ચાલક મોહિત પટેલની અટકાયત કરી હતી. અને સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં ત્રણ સ્થળે જુગાર પર પોલીસના દરોડા:વર્લી-મટકા રમતા ત્રણ શખ્સો ઝડપાયા
    Next Article
    Nepal Flood Death Count Rises To 469 Amid Warning Of Catastrophy From Tibet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment