Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી-ભાયલીમાં બે ફ્લેટ પર ફાયરિંગમાં મોટો ખુલાસો, CCTV:દારૂની મહેફિલમાં બબાલ બાદ નબીરાઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, ગોળી 200 મીટર દૂર સામેની બિલ્ડિંગના બે ફ્લેટમાં ગઈ

    3 days ago

    વડોદરામાં વધુ એક ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. ગઇકાલે(2 જુલાઈ) મોડી રાત્રે 1 વાગ્યે શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 પર અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને મકાનમાંથી કારતૂસ મળી આવ્યા છે. ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી, છેક ડ્રોઇંગ રૂમમાં કારતૂસ મળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે જ FSLની પણ મદદ લેવાઈ રહી છે. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે અંગે તપાસ ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે 6 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગના ભાગેથી સામે આવેલી આરના-48માં બીજા અને ત્રીજા માળ તરફ ફાયરિંગ થયું હતું. તાલુકા પોલીસે પાંચથી છ લોકોને રાઉન્ડઅપ કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ શખસો અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણતા હતા તે દરમિયાન માથાકૂટ થતા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી છે. ફાયરિંગ કર્યા બાદ નબીરાઓમાં નાસભાગ મચી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ પાંચથી છ નબીરા કારમાં ફરાર થયા હતા. પોલીસે 5થી 6 નબીરાઓને રાઉન્ડઅપ કર્યા છે અને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર પણ કબજે કરાયું છે. આરના 48 એપાર્ટમેન્ટની સામેની તરફ આવેલા અશ્વમેઘ એવન્યુના ચોથા માળેથી ફાયરિંગ થયું હતું. અશ્વમેઘ એવન્યુના ચોથા માળે દારૂ પાર્ટી ચાલતી હતી. આરના 48 એપાર્ટમેન્ટમાં બીજા માળે પરિવાર નિંદ્રામાં હતું અને અચાનક ગોળી છૂટી હતી. બાલ્કનીમાં કાચ તૂટી ગયા બાલ્કની વિસ્તારમાં થયેલા ગોળીબારથી કાચ તૂટી ગયા હતા અને જોરદાર અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને પરિવારના સભ્યો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘરે આવીને જોયું તો કાચ અને પડદા તૂટેલા હતા: પડોશી પડોશી બદ્રીશ ચોકસીએ જણાવ્યું કે ફ્લેટમાં એક મોટો અવાજ આવ્યો હતો. હું એમનો પડોશી છું, એટલે મને ફોન આવ્યો કે અહીં આવો. મેં ત્યાં ઘરે આવીને જોયું તો કાચ અને પડદા તૂટેલા હતા. ગોળીબાર થયો હોય કે બુલેટ વાગી હોય તેવું જણાતું હતું અને ત્યાં બુલેટનો પાછળનો ભાગ પણ પડેલો હતો. ઘટનાની તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ થોડી જ મિનિટોમાં આવીને હાલ તપાસ કરી રહી છે. લગભગ 1:10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું અનુમાન છે. ફાયરિંગ થયું તે ઘરમાં મહિલા માતા-પિતા સાથે રહે છે આ ઘટના અંગે તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પોતાના માતા-પિતા સાથે એકલી રહે છે અને કોઈ દુશ્મની પણ નથી. નાઇટ ડ્રાઇવ, પંજાબી સોન્ગ,બાઇક પર ગમછાવાળા શૂટર ને ફાયરિંગ વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર 26 જૂનની મોડી રાત્રે 10:27 વાગ્યે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી. આ બનાવમાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને અડફેટે લીધા, VIDEO:તીર્થયાત્રા કરી રહેલાં 9 ભિક્ષુઓનાં કમકમાટીભર્યા મોત, માતા-પિતાની મંજૂરી વિના પિકઅપ ટ્રક લઈને નીકળ્યો હતો
    Next Article
    વલસાડ બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર:છીપવાડમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા, વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment