Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું મોત, CCTV:તરફડિયા મારતો હતો, 2 કલાક મૃતદેહ પડ્યો રહ્યો, પાછળ બેઠેલા દીકરાનું માથું છૂંદાયું; વડોદરાના મુંબઈ-અમદાવાદ NH પર અકસ્માત

    1 week ago

    મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. બાઈક પર બેઠેલા એક મહિલા અને માથું છુંદાઈ જવાને કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. મૃતકની પાછળ તેનો પુત્ર અનિશ મકસુદ અન્સારી (ઉં.વ.15) અને પત્ની નસીમ મકસુદ અન્સારી સવાર હતા. જેમાંથી પુત્રની હાલત પણ ગંભીર છે. પરિવાર મૂળ અંકલેશ્વરનો રહેવાસી છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યા હતા. જેથી કપુરાઇ પોલીસ ઘટના પર દોડી આવી હતી. લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે એક કલાક સુધી ચક્કા જામ કરી દીધો હતો. માત્ર એટલું જ નહીં, 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડયો રહ્યો હતો. ‘મૃતક તરફડિયા મારતા હતા, પણ એમ્બ્યુલન્સમાં પત્ની અને દીકરાને પહેલા લઈ જવાયા’ સ્થાનિક રમેશ પંચાલે જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માત થયો તેના લગભગ 10થી 15 મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા હતા. જે ભાઈ મરી ગયા હતા. તેઓ અંદર તરફડી રહ્યા હતા, તેમના શ્વાસ ચાલુ હતા. પહેલી એમ્બ્યુલન્સ આવી એટલે એમાં ઈજાગ્રસ્તના પત્ની અને તેમના એક છોકરાને લઈને રવાના કરવામાં આવ્યા. તે ભાઈને લઈ જઈ શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે એમ્બ્યુલન્સમાં સુવડાવવા માટે એક જ વ્યક્તિની જગ્યા હતી. બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં તો તે ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. મેં તેમને નજરે જોયા હતા, અંતે તેમનું મોત થયું. ગાડી રોંગ સાઇડ આવતી હતી ને બાઇક ચાલક સીધો અથડાયો: DCP આ અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે અંબા ચોકડીથી આગળ GEB કટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા ગાડી સાથે અથડાયા હતા. ડીસીપીએ આગળ કહ્યું કે, જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતકની ઓળખ અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે પોલીસ દ્વારા લોકોને સમજાવીને હાલ હાઈવે ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે. તેમજ ગ્રામજનોની જે પણ રજૂઆતો છે તેને સાંભળવામાં આવશે. આ બાબતે હાઈવે ઓથોરિટી, RTO અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે અને ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી સૂચનો અને કાર્યવાહી કરવામાં આવશે. ‘કટ ન હોવાને કારણે વાહનોએ ફરજિયાત રોંગ સાઈડમાં આવવું પડે છે’ સુંદરપુરા ગામના સ્થાનિક પ્રવીણ પરમારે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં જે બાઇક સવાર હતા, તેઓ અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યા હતા. હવે સમસ્યા એ છે કે અમારા સુન્દરપુરા પાટિયા પાસે રોડ પર ક્યાંય 'કટ' (યુ-ટર્ન) નથી. આ કટ ન હોવાને કારણે વાહનોએ ફરજિયાત રોંગ સાઈડમાં આવવું પડે છે. આજે પણ એવું જ થયું,રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે આ અકસ્માત સર્જાયો છે. ‘વારંવાર અહીં અકસ્માતો થાય છે અને લોકોએ જીવ ગુમાવવા પડે છે’ અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે અમને અહીં એક ગરનાળું બનાવી આપો અથવા તો રોડ પર 'કટ' કરી આપો. પરંતુ અત્યાર સુધી તંત્ર જાગ્યું નથી. કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ જ કારણ છે કે વારંવાર અહીં અકસ્માતો થાય છે અને લોકોએ જીવ ગુમાવવા પડે છે. મેં પોતે સરપંચને પણ વાત કરી છે. અમે માંગણી કરી છે કે અમને લેખિતમાં લેટર પેડ પર રજૂઆત કરી આપવામાં આવે, જેથી અમે આ 'કટ' ની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકીએ અને આવા નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય. અમદાવાદ-સુરત હાઈવે પર રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે જ આ દુર્ઘટના ઘટી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની સરકારી સ્કૂલનો ક્રેઝ, ટોકન લેવા વાલીઓના ઉજાગરા:બુટ-ચપ્પલની લાઈન જોઈ ચોંકી જશો, બે દિવસમાં 1500થી વધુ રજિસ્ટ્રેશન; 'ડ્રો પદ્ધતિ'થી એડમિશન અપાશે
    Next Article
    After PSLV setbacks stall launches, Isro hopes for a bounce back after expert panel report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment