Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓએ દીપક ટોકીઝ-ચાંદી બજારનો CC રોડ મોકૂફ રાખવા કહ્યું:15 નવેમ્બરથી શરૂ થનારા કામને બદલે હાલ માઇનર પેચવર્કની માગ

    10 hours ago

    શહેરના દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ સુધીના મુખ્ય માર્ગ પર તંત્ર દ્વારા આગામી 15 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2026 દરમિયાન નવો CC રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ કામગીરી સામે વોર્ડ નંબર 9 ના રતનબાઈ મસ્જિદ સર્કલ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોએ નવો રોડ બનાવવાનું કામ હાલ પૂરતું મોકૂફ રાખી, રસ્તો સમતળ અને વાહનવ્યવહાર યોગ્ય બને તે માટે માત્ર માઇનર પેચવર્ક કરવાની માંગ કરી છે. મંદી અને દુષ્કાળ વચ્ચે રોજીરોટી પર સંકટ વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને બજારમાં પ્રવર્તી રહેલી મંદીને કારણે વેપાર-ધંધા પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ પર આવેલા ગેરેજ, દૂધ, સ્ટેશનરી, પાન અને મેડિકલ સ્ટોર સહિતના નાના-મોટા વ્યવસાયો પર સેંકડો વેપારીઓ, કર્મચારીઓ અને મજૂર પરિવારોની રોજીરોટી નિર્ભર છે. જો આ રસ્તો બંધ કરીને કામ શરૂ કરવામાં આવશે, તો મહિનાઓ સુધી ધંધા-રોજગાર ઠપ થઈ જશે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. સપ્લાય ચેઇન, ટ્રાફિક અને ઇમરજન્સી સેવાઓ સામે પ્રશ્નાર્થ આ માર્ગ ગ્રેઇન માર્કેટ (અનાજ બજાર) અને રાજેન્દ્ર રોડની સપ્લાયને જોડતો મુખ્ય રાજમાર્ગ છે, જ્યાંથી આવશ્યક ચીજવસ્તુઓની મોટા પાયે હેરફેર થાય છે. રસ્તો બંધ થતાં પુરવઠા પર સીધી અસર પડશે. તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓ પર પહેલેથી જ એટલો ભારે ટ્રાફિક રહે છે કે ત્યાંથી ટુ-વ્હીલર ચલાવવું પણ મુશ્કેલ છે અને આશાપુરા રોડ પરથી પસાર થવું શક્ય નથી. આ ઉપરાંત, આ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ, મેડિકલ સંસ્થાઓ, મંદિર અને મસ્જિદ જેવા શહેરનાં બે મોટાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી નાગરિકો અને શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે. રહેણાક અને ગીચ વિસ્તાર હોવાથી જો આગ કે મેડિકલ ઇમરજન્સી સર્જાય, તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ કેવી રીતે પહોંચશે તે અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રની કામગીરીની સમયમર્યાદા સામે અવિશ્વાસ છેલ્લા 2 વર્ષમાં થયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરતા વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા મોટાભાગનાં કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવતાં નથી. આ અંગે વેપારી કિરીટભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, “અમે વિકાસના વિરોધી નથી, પરંતુ તંત્રનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે કામ માટે 1 મહિનાની સમયમર્યાદા આપી હોય, તે પૂરું થતાં 4 મહિના લાગી જાય છે. અમારી માંગ છે કે હાલ આ કામ મોકૂફ રાખી સાથે બેસીને કોઈ સરળ રસ્તો કાઢવામાં આવે, અથવા તો મોટા મહાનગરોની જેમ 24 કલાક કામ ચાલુ રાખીને જનતાને હાલાકી ન પડે તેવું આયોજન કરવામાં આવે.” રજૂઆતના અંતે સ્થાનિકોએ માંગણી કરી છે કે, કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં ઉચ્ચ સત્તાધીશો જાતે સ્થળની મુલાકાત લે અને વેપારીઓ તથા રહેવાસીઓ સાથે સંવાદ કરીને વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરે.
    Click here to Read More
    Previous Article
    એનવિડિયા CEO જેન્સનને એક નહીં બે-બે અફેર:મહિલા અધિકારી સાથે સંબંધોનો ખુલાસો, કંપનીમાંથી કાઢવાની તૈયારી; એલન મસ્કે ટીખળ કરતાં નોકરીની ‘ઓફર’ આપી
    Next Article
    સુરતમાં દિવાળીથી અત્યાર સુધી 5 દિવસમાં 5 મર્ડર:ડિંડોલી પાર્ટી પ્લોટમાંથી અપહરણ, ટોળકીએ થાંભલા સાથે બાંધી ઢોર માર મારતા યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment