Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-જાપાન વચ્ચે 5-5 ઓવરની મેચ થશે:વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી; ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી

    11 hours ago

    ભારતે જાપાન સામેની ફ્રેન્ડલી મેચમાં ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ મેચ 5-5 ઓવરની છે. વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી છે. હવે મેચ 12:30 વાગ્યે શરૂ થશે. અગાઉ આ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થવાની હતી. જાપાનના સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમ મેન્સ ક્રિકેટમાં પહેલીવાર રમી રહી છે. આ મેચ બંને દેશોના ડિપ્લોમેટિક સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત થઈ રહી છે. જાપાનમાં ક્રિકેટની શરૂઆત 163 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે બ્રિટિશ વેપારીઓ અને રોયલ નેવી વચ્ચે મેચ થઈ હતી. તે સમયે વિદેશી લોકો પર હુમલાનો ખતરો હતો. તેથી ખેલાડીઓ રિવોલ્વર લઈને મેદાન પર ઉતર્યા હતા. બંને ટીમની અપડેટેડ ટીમ ભારત: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર અને વિપરાજ નિગમ. જાપાન: કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કપ્તાન), ચાર્લી હારા-હિંજ, બેન્જામિન ઇટો-ડેવિસ, એલિસ્ટર કાડોવાકી-ફ્લેમિંગ, કોહેઈ કુબોટા, જેક કુસુડા-નાયર્ન, વાતરુ મિયાઉચી (વિકેટકીપર), રિયો સકુરાનો-થોમસ, એલેક્સ શિરાઈ-પેટમોર (વિકેટકીપર), શોમા સુગાયા-સ્લેટર, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, ત્સુયોશી તાકાડા, ઇબ્રાહિમ તાકાહાશી, માકોટો તાનિયામા, લચલાન યામામોટો-લેક.
    Click here to Read More
    Previous Article
    भारत को 'समुद्र मंथन' में बड़ी कामयाबी, ओडिशा में मिला गैस का भंडार, ONGC को पहले प्रयास में ही सफलता
    Next Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:74,650 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી પણ 50 ઘટ્યો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment