Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં CBSE ધો.10નું 95 ટકા પરિણામ આવ્યું:95.2% મેળવનાર ભવ્યાએ કહ્યું: માઈન્ડ ફ્રેશ કરવા ચેસ રમતી, સોશિયલ મીડિયાનો લિમિટમાં કર્યો, ટ્યુશનમાં અભ્યાસ કરતી, ઘરે જઈને નોટ્સનું રિવિઝન કરતી હતી

    1 week ago

    વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં 57 જેટલી CBSE સ્કૂલો આવેલી છે. ધોરણ 10નું 95 ટકા પરિણામ જાહેર થયું છે. શહેરની 30થી વધારે સ્કૂલોનું પરિણામ 100 ટકા જાહેર થયું છે. 10th CBSE બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર શ્રીનિધિ ચૌગલેએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં હું ધોરણ 10ને લઈને એટલી ગંભીર નહોતી. પણ છેલ્લા ત્રણ મહિનામાં મેં ખૂબ મહેનત કરી. સર દ્વારા લેવામાં આવતા એક્સ્ટ્રા ક્લાસ અને સેલ્ફ સ્ટડી છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ મહત્વના રહ્યા. પ્રી-બોર્ડ સમયે થોડું ડીમોટિવેશન જેવું લાગતું હતું, પણ પછી થયું કે મહેનત તો કરવી જ પડશે. સર અને ફેકલ્ટીના ગાઇડન્સથી આ બધું શક્ય બન્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું સવારે જલ્દી ઉઠીને ભણવા બેસી જતી હતી, કારણ કે સવારે અને રાત્રે એકાગ્રતા વધારે હોય છે. જ્યારે આજુબાજુનું વાતાવરણ શાંત હોય ત્યારે હું એક-એક ટોપિકને ઊંડાણપૂર્વક સમજતી હતી, જેથી કોન્સેપ્ટ ક્લિયર રહે અને પ્રેક્ટિકલ લર્નિંગમાં મદદ મળે. હું દરરોજના અંદાજે 5થી 6 કલાક ભણતી હતી. મારી પાસે પોતાનો ફોન જ નથી. જેથી સોશિયલ મીડિયા હું વપરાતી જ નથી. 10th CBSE બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ભવ્યા દેસાઈએ જણાવ્યું હતું કે, 10મા બોર્ડનું રિઝલ્ટ 95.2% આવ્યું છે. મેં ફિઝિક્સવાલામાં અભ્યાસ કર્યો હતો. હું અહીં વિદ્યાપીઠમાં આવીને જ અભ્યાસ કરી લેતી હતી. બાકી ઘરે જઈને માત્ર નોટ્સનું રિવિઝન કરતી, જેનાથી ઘણો ફાયદો થતો હતો. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું અને મારી પાસે સ્માર્ટફોન પણ છે. પણ મેં તેની એક લિમિટ નક્કી કરી હતી કે મારે તે કેટલો સમય વાપરવો, કારણ કે જો વધારે ઉપયોગ કરીએ તો તેનું વ્યસન થઈ જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અભ્યાસના દબાણ વચ્ચે માઈન્ડ ફ્રેશ કરવા માટે હું ચેસ રમતી હતી, ડ્રોઈંગ કરું છું અથવા તો ક્યારેક થોડી વાર સૂઈ જાઉં છું કે બહાર ફરવા નીકળી જાઉં છું. આનાથી માઈન્ડ ફ્રેશ થઈ જાય છે. ઘણી વાર મારા મિત્રો બહાર ફરવા જતા હોય પણ હું જઈ શકતી નહીં. પણ આજે આ રિઝલ્ટ જોઈને લાગે છે કે એ બલિદાન કામ આવ્યું છે. મારા માતા-પિતા બંને ડોક્ટર છે. તેમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તારે બાયોલોજીને બદલે મેથ્સ લેવું હોય તો પણ વાંધો નથી, બસ તું તારા ભણતર પર ધ્યાન આપ. ફિઝિક્સ વાલાના સેન્ટર હેડ સંકલ્પ જોશીએ જણાવ્યું હતું કે, અમારા ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ 95% થી વધુ સ્કોર કરવામાં પણ સફળ રહ્યા છે. સોશિયલ સાયન્સમાં 42થી વધુ વિદ્યાર્થીઓએ 90% થી ઉપર ગુણ મેળવ્યા છે. સાયન્સ વિષયમાં પણ 42થી વધુ વિદ્યાર્થીઓએ 90% થી વધુ માર્કસ મેળવ્યા છે. સાતથી આઠ વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95% થી પણ વધારે ગુણ મેળવ્યા છે. ગણિત (Maths) અને અંગ્રેજી (English) માં પણ વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. અમારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની જે કુલ સંખ્યા છે, તેની સરખામણીમાં આ પરિણામની ટકાવારી ખૂબ જ મોટી અને પ્રભાવશાળી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- મહિલા અનામત પર વિપક્ષ ક્રેડિટ લે:પ્રિયંકા બોલ્યાં- ભ્રમિત કરનારા પુરુષોને મહિલાઓ ઓળખી લે છે; અમિત શાહ બોલ્યા- સીમાંકનથી દક્ષિણને ફાયદો
    Next Article
    હાદાનગરમાં મહિલાની છેડતી મુદ્દે હોબાળો, VIDEO:માતાની છેડતી મુદ્દે પુત્રએ ઠપકો આપતા 8 શખસોએ વાહનોમાં તોડફોડ કરી પથ્થમારો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment