Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય બોર્ડે જાહેર કર્યું ટાઇમટેબલ:CBSE બોર્ડની ધોરણ-10ની બીજી પરીક્ષા 15 મેથી શરૂ થશે, પરિણામ સુધારાની તક

    10 hours ago

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026ની ધોરણ 10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાનું સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામમાં સુધારો કરવા માગે છે અથવા પ્રથમ પરીક્ષામાં કોઈ કારણોસર પાછળ રહી ગયા છે, તેમના માટે આ પરીક્ષા આશીર્વાદરૂપ સાબિત થશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ પરીક્ષાઓ 15 મે 2026થી શરૂ થશે. CBSE દ્વારા લેવામાં આવનારી આ તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. વિષયની ગંભીરતા અને લંબાઈને ધ્યાનમાં રાખીને પરીક્ષાનો સમયગાળો 2થી 3 કલાકનો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિગતવાર ડેટાશીટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને જોઈ શકે છે. 19 મેના રોજ એકસાથે અનેક પ્રાદેશિક અને વિદેશી ભાષાઓની પરીક્ષા યોજાશે. જેમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, પંજાબી, બંગાળી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન અને જાપાનીઝ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. કામની વાત | વિદ્યાર્થીઓ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે બીજી પરીક્ષા: જાણો શું છે આ નવી સિસ્ટમ? બેસ્ટ સ્કોર ગણવાની સુવિધા (બેસ્ટ ઓફ ટુ) આ નવી વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, વિદ્યાર્થી જો બંને પરીક્ષા આપે છે, તો જે પરીક્ષામાં તેના માર્ક્સ વધુ હશે તેને ફાઈનલ રિઝલ્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે, જો કોઈ વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચની પ્રથમ પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ નથી, તો તે મે મહિનામાં ફરી પરીક્ષા આપી પોતાનો ગ્રેડ સુધારી શકે છે. માત્ર 7 દિવસમાં જ આખી પરીક્ષા પૂર્ણ સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાઓ એક મહિનો ચાલતી હોય છે, પરંતુ આ દ્વિતીય પરીક્ષાનું ટાઈમટેબલ અત્યંત ઝડપી છે. 15 મેથી 21 મે એમ માત્ર એક અઠવાડિયામાં જ તમામ મુખ્ય વિષયોની પરીક્ષાઓ લઈ લેવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓનો સમય બચશે અને તેઓ આગળના ધોરણના પ્રવેશ માટે વહેલા તૈયાર થઈ શકશે. તણાવમુક્ત શિક્ષણ પહેલા વિદ્યાર્થીઓમાં એવી બીક રહેતી હતી કે, ‘જો એક દિવસ પેપર ખરાબ ગયું તો આખું વર્ષ બગડશે’. હવે આ ડર દૂર થયો છે. વિદ્યાર્થીઓ પાસે ‘સેકન્ડ ચાન્સ’ હોવાથી તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકશે. આ નવી શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે લેવાયેલો મોટો નિર્ણય છે. ભાષાના વિષયો માટે ખાસ ‘સુપર ટ્યુઝડે’ તારીખ 19 મેના રોજ બોર્ડે લગભગ બધી જ પ્રાદેશિક અને વિદેશી ભાષાઓની પરીક્ષા એકસાથે ગોઠવી છે. જેમાં ગુજરાતી સહિત 30થી વધુ વિષયોનો સમાવેશ થાય છે. આ એક જ દિવસમાં ભાષાના પેપરો પતાવીને બોર્ડે ટાઈમટેબલને વધુ સુઘડ બનાવ્યું છે. AI અને IT જેવા આધુનિક વિષયોને પ્રાધાન્ય આ વખતે બોર્ડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) જેવા વિષયોને પણ મુખ્ય ટાઈમટેબલમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. 20 મેના રોજ આ વિષયોની પરીક્ષા લેવાશે, જે દર્શાવે છે કે બોર્ડ હવે ટેક્નોલોજી આધારિત વિષયો પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યું છે. પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ: ક્યારે કયું પેપર
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે RCB vs GT:રજત પાટીદાર અને શુભમન ગિલના ફોર્મ પર નજર રહેશે; બંનેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબરી પર
    Next Article
    સાંઢિયા પુલ નજીક કરુણ અકસ્માત:જામનગર રોડ પર બે બાઈક સામસામે ટકરાતાં 22 વર્ષીય નેપાળી યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment