Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBI અને જજના નામે કોલ કરી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા:73 વર્ષના વૃદ્ધને રાજકોટ મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી 1.09 કરોડ પડાવ્યા

    14 hours ago

    અમદાવાદ શહેરના લાલદરવાજા વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર માફિયાઓની કુખ્યાત મોડસ ઓપરેન્ડી ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ બન્યા છે. શાતિર ગઠિયાઓએ પોતાની ઓળખ TRAI, CBI અધિકારીઓ અને જજ તરીકે આપીને વૃદ્ધને નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ધરપકડ અને બદનામીના ખોટા ભય હેઠળ રાખીને સાયબર ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી તબક્કાવાર કુલ ₹1.09 કરોડ પડાવી લીધા હતા. વૃદ્ધનું બેંક એકાઉન્ટ રાજકોટમાં હોવાથી તેમને ખાસ રાજકોટ મોકલીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. TRAI અને CBI ના નામે ફોન કરી કૌભાંડમાં નામ હોવાનો ડર બતાવ્યો લાલદરવાજા ભદ્ર વિસ્તારમાં રહેતા અને વર્ષ 2014 માં LIC માંથી નિવૃત્ત થયેલા 73 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલિકોમ ઓથોરિટીના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે તમારા નામે મુંબઈમાં અન્ય સિમકાર્ડ એક્ટિવ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારબાદ અન્ય એક ગઠિયાએ ફોનમાં જોડાઈને જણાવ્યું કે તમે નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છો. ગઠિયાઓએ વિશ્વાસમાં લઈને વૃદ્ધનું નામ, સરનામું, પરિવારજનોની માહિતી અને બેંક બેલેન્સ સહિતની તમામ વિગતો મેળવી લીધી હતી. આધાર મિસયૂઝનું બહાનું કાઢી દર 2 કલાકે અપડેટ આપવા દબાણ કર્યું બીજા દિવસે ફરીથી કોલ કરીને જણાવવામાં આવ્યું કે તમારા ઓળખકાર્ડનો દુરુપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેથી નિર્દોષ સાબિત થવા માટે એપ્લિકેશન લખવી પડશે. આરોપીઓએ વૃદ્ધ પર સંપૂર્ણ માનસિક દબાણ બનાવી રાખવા માટે દરરોજ સવારે ‘ગુડ મોર્નિંગ’, રાત્રે ‘ગુડ નાઈટ’ અને દિવસ દરમિયાન દર 2 કલાકે મેસેજથી લોકેશન અપડેટ આપવાની ફરજ પાડી હતી. ત્યારબાદ ફેક કોર્ટરૂમ સેટઅપ બનાવી વીડિયો કોલ દ્વારા વૃદ્ધને કનેક્ટ કરીને ધરપકડ કરવાનું કહીને ભારે માનસિક ત્રાસ આપ્યો હતો. રાજકોટ મોકલીને ₹1.09 કરોડ પડાવ્યા, મકાન વેચવા પણ દબાણ કર્યું કેસમાંથી મુક્ત થવા માટે નાણાં વેરિફિકેશનના નામે ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. વૃદ્ધનું બેંક એકાઉન્ટ રાજકોટ ખાતે આવેલી HDFC બેંકની બ્રાન્ચમાં હોવાથી આરોપીઓએ તેમને બસનું ભાડું આપવાની ખાતરી આપી રાજકોટ મોકલ્યા હતા. વૃદ્ધે રાજકોટ અને અમદાવાદની બેંકોમાંથી તેમજ દીકરી અને પરિવારના અન્ય સભ્યોના ખાતામાંથી ઉપાડીને કુલ ₹1.09 કરોડ જેટલી રકમ ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આટલેથી ન અટકતાં સાયબર ઠગોએ વૃદ્ધનું ઇસનપુર સ્થિત મકાન વેચીને પણ નાણાં મોકલવા દબાણ કર્યું હતું, જોકે વૃદ્ધે મકાન વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જમાઈ પાસે ₹35 લાખ માંગતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારબાદ ગઠિયાઓએ વૃદ્ધની દીકરીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપતાં ગભરાયેલા વૃદ્ધે પોતાના જમાઈ પાસે તાત્કાલિક ₹35 લાખની માંગણી કરી હતી. અચાનક આટલી મોટી રકમ માંગતાં જમાઈને શંકા ગઈ હતી. તેમણે વૃદ્ધને વિશ્વાસમાં લઈને પ્રેમપૂર્વક પૂછપરછ કરતાં સમગ્ર સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો હતો. જમાઈએ તુરંત રાજકોટ પોલીસ અને ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના કારખાનાથી ગુમ 4 બહેનો 770 કિમી દૂર કર્ણાટકથી મળી:મોબાઈલ ફોન માટે પિતાના ઠપકાના ડરે પહેલા અમદાવાદ અને પછી કલબુર્ગી પહોંચી, ચાલુ ટ્રેનમાં પોલીસે પકડી પાડી
    Next Article
    Ankit Balyan Murder: Haryanvi Singer's Wife Threatens Self-Immolation In 4-Day Ultimatum To Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment