Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના કારખાનાથી ગુમ 4 બહેનો 770 કિમી દૂર કર્ણાટકથી મળી:મોબાઈલ ફોન માટે પિતાના ઠપકાના ડરે પહેલા અમદાવાદ અને પછી કલબુર્ગી પહોંચી, ચાલુ ટ્રેનમાં પોલીસે પકડી પાડી

    14 hours ago

    સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોના કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અપહરણ જેવી જણાતી આ ઘટના પાછળ કોઈ ગુનાહિત ષડયંત્ર નહીં પરંતુ, ઘરમાં મોબાઈલ ફોન વાપરવા બાબતે પિતા દ્વારા અપાયેલો ઠપકો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પિતાના ક્રોધ અને મારના ડરથી ઘર છોડીને ચારેય બહેનો સુરતથી અમદાવાદ અને ત્યાંથી સીધી કર્ણાટક પહોંચી હતી. પૂણા પોલીસે સમયસૂચકતા દાખવી 770 કિલોમીટર દૂર કર્ણાટકના કાલીબુર્ગી (કલબુર્ગી) રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ચારેયને પકડી પાડી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મોબાઈલ માટે જીદ અને પિતાના ઠપકાથી ભાગવાનો નિર્ણય લીધો પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગત અનુસાર, 16 વર્ષીય કિશોરીને પોતાનો અંગત સ્માર્ટફોન જોઈતો હતો. અગાઉ પરિવારજનોએ તેની પાસેથી ફોન લઈ લીધો હોવાથી તે સતત નવો મોબાઈલ માંગી રહી હતી. પોતે કમાણી કરતી હોવાથી ફોન મળવો જ જોઈએ તેવી જીદ કરતાં પિતાએ ફોન પર કડક ઠપકો આપ્યો હતો અને સાંજે ઘરે આવ્યા બાદ સરભરા કરવાની ધમકી આપી હતી. પિતાના આ ગુસ્સાથી ભારે ડરી ગયેલી 16 વર્ષીય કિશોરીએ ઘરે જવાને બદલે સીધા ભાગી જવાનું નક્કી કર્યું હતું. પિતરાઈ અને સગી બહેનો પણ વગર વિચારે સાથ આપવા નીકળી પડી ડરી ગયેલી 16 વર્ષીય કિશોરીના સમર્થનમાં તેની 15 વર્ષની સગી બહેન તેમજ પાડોશમાં જ રહેતી કાકાની 23 અને 17 વર્ષની દીકરીઓ પણ જોડાઈ ગઈ હતી. ચારેય બહેનોએ પોતે કામ કરતી ફેક્ટરીમાંથી ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢીને ₹1,000 નો એડવાન્સ ઉપાડ લીધો હતો. પોતાની પાસે રહેલી ₹500-500ની બચત ઉમેરીને કુલ ₹2,000 થી ₹2,500 જેવી નજીવી રકમ સાથે કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર ચારેય બહેનો સીધી સુરત રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. સુરતથી અમદાવાદ કાંકરિયા અને ત્યાંથી કર્ણાટકની સફર ઘરેથી નીકળ્યા બાદ ચારેય બહેનો સૌપ્રથમ ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી હતી. દિવસ દરમિયાન અમદાવાદના કાંકરિયા તળાવ પરિસરમાં હરવા-ફરવામાં સમય વિતાવ્યા બાદ સાંજે કાલુપુર રેલવે સ્ટેશન પર જે ટ્રેન સામે આવી તેમાં તેઓ સવાર થઈ ગઈ હતી. ક્યાં જવું છે તેનો કોઈ અંદાજ ન હોવાથી તેઓ અજાણી સફરે નીકળી પડી હતી અને ટ્રેન મુસાફરી કરતાં કરતાં 770 કિલોમીટર દૂર છેક કર્ણાટક રાજ્યની સરહદમાં પ્રવેશી ગઈ હતી. પૂણા પોલીસે કલબુર્ગી સ્ટેશનેથી હેમખેમ મુક્ત કરાવી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તાબડતોબ તપાસ તેજ કરી હતી. ચારેય બહેનો કર્ણાટક જતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હોવાની પાકી બાતમી મળતાં જ પૂણા પોલીસની ટીમે કર્ણાટકના કાલીબુર્ગી રેલવે સ્ટેશન અને આરપીએફ (RPF) નો સંપર્ક સાધ્યો હતો. ટ્રેન સ્ટેશને પહોંચતાં જ પોલીસે ચાલુ ટ્રેનમાંથી ચારેય બહેનોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનતાં અટકી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    नॉर्वे के राजा का निधन, नई रानी पर हैं एपस्टीन के साथ संबंध के आरोप, नये राजा के सौतेले बेटे को हो चुकी है जेल की सजा
    Next Article
    CBI અને જજના નામે કોલ કરી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા:73 વર્ષના વૃદ્ધને રાજકોટ મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી 1.09 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment