Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક સાથે છેતરપિંડી કેસમાં CBI કોર્ટ સજા ફટકારી:યુકો બેંકના પૂર્વ અધિકારીઓ અને ખાનગી પ્રોપ્રાઈટરને 3 વર્ષની સખત કેદ અને 30 લાખનો દંડ

    1 week ago

    CBI કોર્ટ અમદાવાદ દ્વારા યુકો બેંકની ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સોની અને મેસર્સ જાગૃતિ પ્લાસ્ટિક્સના પ્રોપ્રાઈટર જાગૃતિબેન નિમિષ પરીખને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની સખત કેદ અને કુલ 30 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી હતી CBI એ 27 એપ્રિલ, 2016ના રોજ આરોપી મેદમ ભગવતી પ્રસાદ, ભાસ્કર સોની, જાગૃતિબેન પરીખ અને અન્ય વિરુદ્ધ આ ગુનો નોંધ્યો હતો. આરોપ મુજબ મેદમ ભગવતી પ્રસાદે યુકો બેંકની ચિલોડા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકેના હોદ્દા પર રહીને 17 અલગ-અલગ વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી વહેંચી હતી. યુકો બેંકને મોટું નુકસાન થયું હતું વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર,2015 સુધીમાં ઉપરોક્ત 17 ખાતાઓમાં કુલ બાકી રકમ 3.63 લાખ હતી. મોટાભાગના લોન ખાતા NPA માં ફેરવાઈ ગયા હતા અને બાકીના ખાતાઓ NPA થવાની અણી પર હતા, જેના પરિણામે યુકો બેંકને મોટું નુકસાન થયું હતું. ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો તપાસ પૂર્ણ થયા બાદ, સીબીઆઈએ 17 નેવેમ્બર, 2017 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન, CBI કોર્ટે 23 નવેમ્બર, 2021ના આદેશ દ્વારા CBIને અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે બાદમાં 10 જૂન, 2022ના રોજ દાખલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કરોડોની મિલકત ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા:સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ નં. 1, 12, 18 અને 23માં પક્ષના પાયા હચમચી ગયા
    Next Article
    Valsad News |વલસાડમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ડરને કારણે ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment