Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની મિલકત ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા:સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ નં. 1, 12, 18 અને 23માં પક્ષના પાયા હચમચી ગયા

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને આંચકાજનક વળાંક જોવા મળ્યો છે. લોકશાહીના આ પર્વમાં જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ ક્ષણો ચાલી રહી હતી, ત્યારે જ કોંગ્રેસ પક્ષના પાયા હચમચી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે જ્યારે મુખ્ય વિરોધ પક્ષના મજબૂત અને આર્થિક રીતે સધ્ધર ગણાતા ઉમેદવારોએ એકાએક મેદાન છોડી દીધું છે. આ ઘટનાએ માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં પરંતુ સુરતના જાગૃત નાગરિકો અને રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. ખાસ કરીને વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 01 માંથી જે રીતે કરોડપતિ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, તેણે અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 એટલે કે લીંબાયત-પરવટ-કુંભારીયા વિસ્તારમાં કોંગ્રેસે જેમના પર ભરોસો મૂક્યો હતો તેવા સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. સંજયકુમાર માત્ર એક ઉમેદવાર નહોતા, પરંતુ તેઓ પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને સામાજિક વર્ચસ્વ માટે જાણીતા હતા. 52 વર્ષની પરિપક્વ વય અને 12 પાસ સુધીનું શિક્ષણ ધરાવતા રામાનંદીએ પોતાની એફિડેવિટમાં જે મિલકત જાહેર કરી હતી તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમની પાસે લાખોની રોકડ રકમ, બેંકોમાં મસમોટી ફિક્સ્ડ ડિપોઝિટ અને ખાસ કરીને 300 ગ્રામ સોનું જેની કિંમત આશરે 21 લાખ રૂપિયા થાય છે તે તેમની સધ્ધરતાની સાક્ષી પૂરતું હતું. તેમની પત્ની પાસે પણ 250 ગ્રામ જેટલું સોનું અને લાખોની રોકડ હોવાનું સામે આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ, તેમની પાસે રોયલ એનફીલ્ડ બુલેટથી લઈને મારૂતિ સુઝુકી બ્રેઝા અને ખેતી માટે જોન ડીયર ટ્રેક્ટર જેવા સાધનો પણ ઉપલબ્ધ હતા. જમીન મિલકતની વાત કરીએ તો કામરેજ અને વાલોડમાં તેમની કરોડોની સહ-માલિકીની ખેતીની જમીન અને સણીયા હેમાદમાં રહેણાંક પ્લોટ તથા મકાન છે. આટલી મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવાર જ્યારે ચૂંટણીના રણમેદાનમાંથી પીછેહઠ કરે ત્યારે તેની પાછળ ચોક્કસપણે કોઈ મોટું કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે. બોની પટેલ પણ કરોડોના માલિક બીજી તરફ વોર્ડ નં. 1 એટલે કે જહાંગીરપુર-કોસાડ વિસ્તારમાં પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. અહીંથી કોંગ્રેસના યુવા અને શિક્ષિત ચહેરા તરીકે ઉભરી આવેલા બોની જગદીશભાઈ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. 36 વર્ષીય બોની પટેલે વર્ષ 2010માં હાયર સેકન્ડરી શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેઓ વ્યવસાયે આધુનિક રોકાણકાર તરીકેની છબી ધરાવતા હતા. તેમની એફિડેવિટ મુજબ તેઓ શેરબજારમાં ખૂબ જ મોટું રોકાણ ધરાવે છે. 101 જેટલી નામી-અનામી કંપનીઓમાં તેમના શેરની કિંમત લાખોમાં અંકાઈ રહી છે. તેમની પત્નીના નામે પણ અનેક કંપનીઓના શેર હોવાનું બહાર આવ્યું છે. બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓ વાહનોના શોખીન બોની પટેલ પાસે મારૂતિ બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ છે. વરીયાવ વિસ્તારમાં બ્લોક નંબર 1024 અને 1062 હેઠળ તેમની પાસે જે ખેતીની જમીન છે તેના એક હિસ્સાની જ બજાર કિંમત આશરે 4.72 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મોરા ગામ અને ભરૂચમાં પણ તેમની સ્થાવર મિલકતો છે. આટલા સમૃદ્ધ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસના સ્થાનિક સમીકરણો સાવ વિખેરાઈ ગયા છે. ભુપેન્દ્ર પટેલે આ નાનકડી ભૂલને કારણે ચૂંટણી લડવાની તક ગુમાવી માત્ર ફોર્મ પરત ખેંચાવાની ઘટનાઓ જ કોંગ્રેસ માટે મુસીબત નથી બની, પરંતુ વોર્ડ નં. 12 માં જે રીતે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું તે ઘટનાએ પક્ષની શિસ્ત અને ગંભીરતા પર પણ સવાલો ઉભા કર્યા છે. ભુપેન્દ્ર પટેલ જેવા અનુભવી વ્યક્તિ જ્યારે ઉમેદવારી ફોર્મમાં પોતાના પક્ષનું નામ લખવાનું જ ભૂલી જાય, ત્યારે તેને ટેકનિકલ ભૂલ કહેવી કે ઘોર બેદરકારી તે એક પ્રશ્ન છે. આ નાનકડી ભૂલને કારણે તેમણે ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. આમ, સુરતના જુદા જુદા વોર્ડમાં કોંગ્રેસના હાથમાંથી એક પછી એક બેઠકો સરકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રેશમા ચૌહાણે કોંગ્રેસના ધબકારા વધાર્યા હતા આ સાથે વોર્ડ નંબર 23ના કોંગ્રેસના ઉમેદવાર રેશમા ચૌહાણ ગઈ કાલે આખી રાત કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા હતાં, તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી કોંગ્રેસના ધબકારા વધી ગયા હતા અને સવાર પડતા જ આ ઉમેદવાર સામે આવ્યા હતા અત્યારે કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો હતો. વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો પીછેહઠ કરતા રાજકીય ચર્ચા આ સમગ્ર ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે સુરત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અથવા કોઈ અદ્રશ્ય દબાણ કામ કરી રહ્યું છે. જ્યારે ભાજપ જેવો મજબૂત પક્ષ સામે હોય ત્યારે વિરોધ પક્ષે વધુ મજબૂતાઈથી લડવાનું હોય છે, પરંતુ અહીં તો ચિત્ર સાવ ઉલટું જ જોવા મળી રહ્યું છે. જે ઉમેદવારો પાસે કરોડોની મિલકત હતી, જેઓ આર્થિક રીતે ચૂંટણી ખર્ચ ઉઠાવવા સક્ષમ હતા અને જેમની પાસે પોતાનું ચોક્કસ જનસમર્થન હતું, તેઓ જ મેદાન છોડી રહ્યા છે તે વાત કાર્યકરોમાં હતાશા પેદા કરી રહી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ખેંચતા હોય છે, પરંતુ જ્યારે મુખ્ય વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો આ રીતે પીછેહઠ કરે ત્યારે લોકશાહીની તંદુરસ્તી સામે પણ આંગળી ચીંધાય છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બન્યું કે શું? સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના આ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાવા પાછળ માત્ર વ્યક્તિગત કારણો જ જવાબદાર હોય તેવું માનવું મુશ્કેલ છે. સુરત મહાનગરપાલિકાની સત્તા જાળવી રાખવા માટે ભાજપ જે રીતે આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે, તેની સામે કોંગ્રેસના ઉમેદવારો ટકી શક્યા નથી કે પછી અંદરખાને કોઈ ગોઠવણ થઈ છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલના તબક્કે તો સુરતના રાજકારણમાં આ ફોર્મ પરત ખેંચવાની લીલાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બની ગયું છે કારણ કે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થઈ ચૂકી છે. હવે જે ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે, તેમની પાસે સંસાધનોની કેટલી અછત હશે અને તેઓ કઈ રીતે સત્તાધારી પક્ષનો સામનો કરશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ઈજા સાથે પંત મેદાન પર પરત ફર્યો:લખનઉની અડધી ટીમ પેવેલિયન ભેગી, RCB બોલર્સે બેટર્સને બાંધીને રાખ્યા
    Next Article
    બેંક સાથે છેતરપિંડી કેસમાં CBI કોર્ટ સજા ફટકારી:યુકો બેંકના પૂર્વ અધિકારીઓ અને ખાનગી પ્રોપ્રાઈટરને 3 વર્ષની સખત કેદ અને 30 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment