Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત વિધાનસભામાં CAG અને સરકારી જવાબોથી મોટા ઘટસ્ફોટ:રાજ્યનું દેવું 4.30 લાખ કરોડે પહોંચ્યું,પીવાના પાણીના 26% સેમ્પલ ફેઇલ; 62 સિંહોના મોત

    6 hours ago

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોત્તરી કાળમાં અનેક ચોંકાવનારા આંકડાઓ સત્તાવાર રીતે સામે આવ્યા છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના ઓડિટ રિપોર્ટમાં જળ જીવન મિશનમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ, અમલીકરણની ખામીઓ, રાજ્યના માથે વધતા જંગી દેવા ઉપરાંત ગીરના સિંહોના રોગચાળાથી થયેલા મોત, સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી, શિક્ષણ સહાય યોજનાઓ, બંધ પડેલી સહકારી મંડળીઓ અને મનરેગા યોજનામાં વેતન કન્ફર્મેશન સંબંધિત મહત્વની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. રાજ્યનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને આંબી ગયું વિધાનસભામાં રજૂ થયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુજરાત સરકારનું જાહેર દેવું વર્ષ 2024-25માં ₹3,74,845 કરોડ નોંધાયું હતું, જે 2025-26ના સુધારેલા અંદાજ મુજબ વધીને ₹4,30,320 કરોડની સપાટીએ પહોંચી ચૂક્યું છે. આ જંગી દેવાના ભારણ હેઠળ સરકારે વર્ષ 2024-25માં ₹25,604 કરોડ વ્યાજ પેટે અને ₹29,126 કરોડ મુદ્દલ પેટે ચૂકવ્યા હતા. જ્યારે વર્ષ 2025-26માં સુધારેલા અંદાજ મુજબ વ્યાજની રકમ વધીને ₹27,095 કરોડ અને મુદ્દલ ચુકવણી ₹34,025 કરોડ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. પીવાના પાણીના 26% સેમ્પલ ફેઇલ ગુજરાતમાં પીવાના પાણીની શુદ્ધતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતાં CAG એ નોંધ્યું કે ચોમાસા પૂર્વે લેવાયેલા 26% અને ચોમાસા બાદના 24% પાણીના નમૂના પરીક્ષણમાં અયોગ્ય સાબિત થયા હતા. 249 તાલુકાઓ સામે માત્ર 46 તાલુકાઓમાં જ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ છે. વધુમાં, 39,468 પાણી સ્ત્રોતોમાંથી 72%થી વધુ સ્ત્રોતોનું જીઓ-ટેગિંગ થયું નથી. વર્ષ 2020-21 દરમિયાન 10,555 મિલિયન લિટર (કુલ સપ્લાયના 10.47%) પાણીનું વહન દરમિયાન નુકસાન થયું હોવા છતાં જાન્યુઆરી 2025 સુધી નવેસરથી કોઈ વોટર ઓડિટ હાથ ધરાયું નહોતું. આ મિશન અંતર્ગત સ્ટાફ ક્વાર્ટર્સ પાછળ ₹28.79 કરોડનો અસ્વીકાર્ય ખર્ચ કરાયો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. એક જ વર્ષમાં 28 બચ્ચાં સહિત કુલ 62 સિંહોના મોત વિધાનસભામાં વન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં વિવિધ ગંભીર બીમારીઓના કારણે 17 નર, 17 માદા અને 28 સિંહબાળ મળી કુલ 62 સિંહોના કમકમાટીભર્યા મોત થયા છે. સિંહોમાં સેપ્ટિસેમિયા, હેમોરેજિક ન્યુમોનિયા, એનિમિયા અને કિડની-લિવર ફેલ્યોર જેવા રોગો જોવા મળ્યા હતા. વન વિભાગ દ્વારા સંક્રમણ રોકવા સાસણ, જામવાળા, જસધાર અને સક્કરબાગ ખાતે સ્પેશિયલ સારવાર કેન્દ્રો ઊભા કરી લોહીના નમૂનાની ચકાસણી, રસીકરણ અને ટ્રેકિંગ સહિતની સતત કામગીરી હાથ ધરાઈ રહી છે. જળ જીવન મિશનમાં ₹72.97 કરોડની વધુ ચૂકવણી રાજ્યમાં જળ જીવન મિશનની કામગીરીમાં CAG એ ગંભીર નાણાકીય અનિયમિતતાઓ પકડી પાડી છે. ખોટો WPI (હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ) લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને ₹54.32 કરોડ તેમજ GST ના અયોગ્ય દરો અપનાવવા બદલ વધારાના ₹18.65 કરોડ મળીને કુલ ₹72.97 કરોડનું વધુ ચૂકવણું કરી દેવાયું હતું. આ ઉપરાંત 11 મુખ્ય જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 મહત્વની યોજનાઓ પૂર્ણ કરવામાં 8 થી 25 મહિના જેટલો અક્ષમ્ય વિલંબ નોંધાયો હતો. 71,842 ઘરો હજુ પણ નળ જોડાણથી વંચિત ઓડિટ અહેવાલ અનુસાર રાજ્ય સરકાર તરફથી નિયત સમયસર ફાળો જમા ન થતાં જળ જીવન મિશન ₹3,179.31 કરોડના કેન્દ્રીય ભંડોળથી વંચિત રહી ગયું હતું. બીજી તરફ, 18,024 ગામોને 100% 'હર ઘર જલ' જાહેર કરાયા હોવા છતાં ઓગસ્ટ 2025 સુધી માત્ર 93.87% (16,920 ગામો) નું જ વેરિફિકેશન પૂર્ણ થયું હતું અને 71,842 ઘરોમાં વાસ્તવિક ઘરેલું નળ જોડાણ (FHTC) અસ્તિત્વમાં જ નહોતું. ઉમરેઠ, ભરૂચ અને પાટણ જેવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા છતાં સંપ અને ESR વચ્ચે પાઇપલાઇન કનેક્ટિવિટી ન હોવાથી યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. ચાર વર્ષ સુધી એપેક્સ સમિતિની એક પણ બેઠક નહીં જળ જીવન મિશનના સુપરવિઝન માટે રચાયેલી SWSMની એપેક્સ કમિટી કે એક્ઝિક્યુટિવ કમિટીની વર્ષ 2020થી 2024 દરમિયાન એક પણ બેઠક મળી નહોતી. જિલ્લા સ્તરે 55 બેઠકો યોજવાના નિયમ સામે માત્ર 6થી 36 બેઠકો જ બોલાવાઈ હતી, જ્યારે ગ્રામીણ સમિતિઓમાં SC-ST સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ પણ અપાયું નહોતું. આ ગેરવહીવટ વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં બાકી પાણી વેરાની વસૂલાતમાં 70.05%નો ઉછાળો આવ્યો છે અને બાકી રકમ ₹139.11 કરોડથી વધીને ₹236.55 કરોડ થઈ ગઈ છે. નમો લક્ષ્મી હેઠળ ₹572.93 કરોડ ચૂકવાયા સરકારે શિક્ષણ ક્ષેત્રના પ્રોત્સાહક આંકડા રજૂ કરતાં જણાવ્યું કે નમો લક્ષ્મી યોજના હેઠળ 10.49 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹572.93 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 85,946 કન્યાઓને નમો સરસ્વતી યોજના થકી ₹106 કરોડ જ્યારે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેડિકલના તેજસ્વી છાત્રોને ₹29.38 કરોડ આપવામાં આવ્યા છે. 31 જુલાઈ, 2026ની સ્થિતિએ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 5,546 અને ધોરણ-6થી 8માં 7,232 મળી કુલ 12,778 વિદ્યાસહાયકો-શિક્ષકોની ભરતી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં 7,889 સહકારી મંડળીઓ બંધ પડી સહકાર વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં નોંધાયેલી 91,578 મંડળીઓમાંથી 7,889 સહકારી મંડળીઓ હોદ્દેદારોના રસના અભાવે અથવા પેટા-કાયદાના ઉલ્લંઘન બદલ ફડચામાં જતાં બંધ હાલતમાં છે. બીજી તરફ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવાયું કે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નોંધાયેલા 1.75 લાખથી વધુ મનરેગા શ્રમિકો પૈકી 24,644 શ્રમિકોના વેતન ચૂકવણીના કન્ફર્મેશન પેન્ડિંગ છે, જેના માટે FTO જનરેટ કરીને PFMS સિસ્ટમમાં આગળ મોકલી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી-પુતિનની ભારત મંડપમમાં બેઠક ચાલુ:ભારત રડારમાં ન પકડાતું જેટ ખરીદી શકે છે, એરસ્ટ્રાઇકમાં ગેમચેન્જર
    Next Article
    હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે:મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ નહીં શકે, વિધાનસભામાં બે સુધારા વિધેયક પસાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment