Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયા જવા પાલડીના CA પતિએ પત્ની પાસે ₹15 લાખ માંગ્યા:પિતા પાસેથી પૈસા ન લાવતા મારીને કાઢી મૂકી, દહેજ ભૂખ્યા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ

    8 hours ago

    શહેરના પાલડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને ઓસ્ટ્રેલિયા જવું હોવાથી પત્ની પાસે ₹15 લાખના દહેજની માંગણી કરી, તેને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. લગ્નના શરૂઆતના વર્ષોથી જ માનસિક ત્રાસ પાલડીમાં રહેતી યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ મિલીન અને સાસુ રેખા વિરૂદ્દ ઘરેલુ હિંસા, મારઝુડ તેમજ દહેજની ફરિયાદ કરી છે. યુવતીના લગ્ન 2006માં સમાજના રિતરીવાજ મુજબ ચાર્ટડ એકાઉટન્ટ મિલીન સાથે થયા હતા. લગ્ના બાદ યુવતી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના બે વર્ષ બાદ યુવતીને પ્રેગનનસી રહેતી ન હોવાથી મિલીન તેમજ સાસુ રેખા તેને મેણાટોણા મારતા હતા. સાસુ યુવતીને કહેતી હતી કે, તારામાં છોકરા જણવાની તાકાત નથી તો તે મારા દીકરા સાથે લગ્ન કેમ કર્યા? યુવતી સાસરીયાનો ત્રાસ ચુપચાપ સહન કરતી હતી. શ્રીમંત અને જીયાણાની વિધિમાં પણ બબાલ યુવતી ગર્ભવતી થતા તેનુ શ્રીમત ભરવાનું હતું, જ્યા સાસુ રેખાએ વેવાઈને ફોન કરીને કહ્યુ કે, તમારે દીકરીને સોનાનો સેટ, મિલીનને સોનાની ચેઈન અને બીજા પરિવારને રોકડા રૂપિયાનું કવર ભરવુ પડશે. યુવતીના પિતાની આર્થિક પરિસ્થીતી સારી હોવાથી તેમણે સોનાના સેટની જગ્યાએ હીરાનું પેન્ડલ આપ્યુ હતું. રેખાના કહ્યા પ્રમાણે વ્યવ્હાર નહીં થતા તેણે યુવતીને કહ્યુ હતું કે, તારા બાપમાં વ્યવહાર કરવાની તાકાત નથી તો અહીયા કેમ આવ્યા છે. શ્રીમંતમાં યુવતીને અડધૂત કરીને બબાલ કરી હતી. ડિલિવરી માટે યુવતી પિયરમાં ગઈ હતી, જ્યાં તેને પુત્રને જન્મ આપ્યો હતો. યુવતીના પિતાએ જીયાણા માટે આપેલી ચીજવસ્તુઓ પણ રેખા અને મિલીનને ઓછી પડતી હતી, જેને લઈને બબાલ થઈ હતી. પતિ મહિલા મિત્રને ઘરે લાવતો, સવાલ કરતા માર માર્યો શ્રીમંત અને જીયાણામાં સાસરીયાના કહ્યા પ્રમાણે વ્યવ્હાર નહીં કરતા અંતે યુવતીને પિયરમાં જવાનું બંધ કરાવી દીધુ હતું. 2015માં યુવતીના દિયરના લગ્ન હતા, જેમાં તેના પિયરના કોઈ સભ્યને આમંત્રણ આપ્યુ નહીં. યુવતી અને મિલીન અલગ ભાડેથી રહેવા માટે જતા રહ્યા હતા, જ્યા મિલીનની સ્ત્રી મિત્ર તેને ઘરે મળવા માટે આવતી હતી. યુવતી મહિલા મામલે પુછે તો મિલીન તેની સાથે બબાલ કરતો હતો અને માર પણ મારતો હતો. રાજસ્થાનમાં દારૂ પી લોહીલુહાણ કરી 2020-21માં મિલીને પાલડી ખાતેનું મકાન 72 લાખ રૂપિયામાં ખરીદી કર્યુ હતું. મિલીને મકાન માટે યુવતીને પોસ્ટમાં રહેલા બે લાખ રૂપિયાની એફડી લઈ લીધી હતી, જ્યારે પિયરમાંથી આવેલો સાત તોલાની સોનાની લગડી વેચી દીધી હતી. યુવતી અને મિલીન રાજસ્થાન ફરવા માટે ગયા હતા, જ્યા દારૂ પીને મિલીને તેને મારમારી લોહીલુહાણ કરી દીધી હતી. યુવતી અમદાવાદ આવીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી, જ્યા મિલીને માફી માંગીને સમાધાન કર્યુ હતું. ઓસ્ટ્રેલિયા જવા ₹15 લાખની માંગણી મિલીનને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી તેણે યુવતી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા હતા. યુવતીએ પિયરમાંથી 15 લાખ રૂપિયા લાવવાનો ઈન્કાર કરી દેતા અંતે તેવે મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી. યુવતીએ આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લા પંચાયતની 33 બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર:પૂર્વ પ્રમુખ-ચેરમેન સહિતના પતા કપાયા; જુઓ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારનું લિસ્ટ
    Next Article
    US Man Dies After AI 'Wife' Urges Him To Join 'Her' In Digital World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment