Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં CAની હાઇપ્રોફાઇલ ઇવેન્ટમાં ધીંગાણું:ચૂંટણીમાં સાથ ન આપતાં નેશનલ પ્રેસિડેન્ટની હાજરીમાં CA લીડરે સાથી મેમ્બરને પછાડ્યો, માથામાં આવ્યા 3 ટાંકા

    10 hours ago

    ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે આયોજિત 'ICAI સીએફઓ એલિવેટ 2.0' (CFO Elevate 2.0) પરિષદ દરમિયાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. દેશના ટોચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે ચૂંટણીની જૂની અદાવતમાં બે જવાબદાર હોદ્દેદારો વચ્ચે છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. સ્યુટ-બૂટ અને ટાઈમાં સજ્જ પ્રોફેશનલ્સ વચ્ચે બાલ્કનીમાં અચાનક બોલાચાલી અને મારામારી થતાં સમગ્ર પરિષદમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હિંસક હુમલા સંદર્ભે ભોગ બનનાર સભ્ય દ્વારા ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં મદદ ન કરવાની અદાવતમાં હુમલો અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને નવરંગપુરા ખાતે ઓફિસ ધરાવતા 51 વર્ષીય સીએ બિશન રમેશચંદ્ર શાહ ગાંધીનગર બ્રાન્ચના નોમિની હોવાથી આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ તેઓ બેઠક પૂર્ણ કરી બીજા માળની બાલ્કનીમાં ઊભા હતા, ત્યારે શાહીબાગ વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલ ત્યાં આવ્યા હતા. તેમણે અગાઉની ચૂંટણીની અદાવત રાખી બિશન શાહને કહ્યું હતું કે તમે મને સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં મદદ કરી નહોતી, તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. બિશન શાહે ગાળાગાળી કરવાનો વિરોધ કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ગંભીર ઈજા થતાં માથામાં 3 ટાંકા આવ્યા આવેશમાં આવેલા પુરુષોત્તમ ખંડેલવાલે બિશન શાહ સાથે ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો અને પગ ખેંચી લેતાં તેઓ જોરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. નીચે પટકાતાં બિશન શાહના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપી જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બિશન શાહને તાત્કાલિક અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે 3 ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે બિશન શાહની ફરિયાદના આધારે ડભોડા પોલીસે પુરુષોત્તમ ખંડેલવાલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં ગોળી મારીને બેંક ઓફિસર પત્નીની હત્યા:ઘરે જઈને બહેનની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી; SBIમાં નોકરી કરતો હતો; પત્ની યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાની બહેન હતી
    Next Article
    આનંદનગર રેપ કેસ બાદ પણ AMC તંત્ર ન જાગ્યું:2,968 સિક્યુરિટી ગાર્ડ્સમાંથી મોટાભાગના વેરિફિકેશન વિના જ તૈનાત, સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા; 7 દિવસનું અલ્ટીમેટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment