Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો:શેરબજારમાં રોકાણ કરવાનું કહી મામા સહિતના લોકો પાસેથી પૈસા પડાવ્યા, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવતા

    21 hours ago

    અમદાવાદમાં રહેતા અને CA (ચાર્ટડ એકાઉન્ટ)ના વ્યવસાય સાથે સંકળાયેલા દંપતીએ સગા સંબંધીઓ સહિતના લોકો સાથે 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠગ દંપતની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરાવવાનું કહી કરોડો રૂપિયા પડાવી લીધા બાદ દંપતીએ પૈસા ક્યાં રોક્યા છે તેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાણીયાએ મામાને પણ ન છોડ્યા ગોતામાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે EOW ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની બહેનના દીકરા જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેથી તેમનું તથા પરિવારના તમામ સભ્યોનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવવાથી લઈને તમામ નાણાકીય બાબતો તેઓ જ સંભાળતા હતા. દરમિયાન જ્વલિત અને બોસકીએ શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવી આપવાની લાલચ આપી કૌશલભાઈ પાસેથી રૂ. 5.91 કરોડ તથા અન્ય સંબંધીઓ પાસેથી રૂ. 4.44 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગ દંપતીએ કુલ રૂ. 10.36 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા બાદ તે રકમ જુદી જુદી જગ્યાએ રોકાણ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. જ્યારે કૌશલભાઈએ દીકરાના અભ્યાસ માટે વિઝાની પ્રક્રિયા સંદર્ભે બેંક સ્ટેટમેન્ટ માંગ્યાં ત્યારે તેમને બેંકનું ખોટું સ્ટેટમેન્ટ મોકલવામાં આવ્યું હતું. ઉપરાંત ખોટી વિગતો ધરાવતો ઇ-મેઇલ પણ કરવામાં આવ્યો હતો.આટલું જ નહીં, આ દંપતી પાસે નાયક પરિવારના સભ્યોના તમામ દસ્તાવેજો હોવાથી તેમણે ખોટી કંપનીઓ રજિસ્ટર કરાવી, તેમના નામે બેંક ખાતાં ખોલાવી અને ખોટા ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા. આ વિશ્વાસઘાત અંગે જ્યારે કૌશલભાઈ નાયકને જાણ થઈ ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી. CA દંપતીની ધરપકડ કરવામાં આવી પોલીસે કરોડોના ફ્રોડ મામલે જ્વલિત અને તેની પત્ની બોસકીની ધરપકડ કરી લીધી છે અને 21 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી દંપતીએ સગા સંબંધીઓ પાસેથી રોકાણના નામે મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકી છે તેની હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું માનીએ તો, આરોપી દંપતી CA હોય ટ્રાન્જેકશનમાં પાવરધા છે જેથી તેઓએ આટલી મોટી રકમ ક્યાં રોકી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ પોલીસની તપાસમાં આરોપી દંપતીની અમદાવાદ અને ગાંધીનગરમાં એક એક ઓફિસ આવેલી હોવાનું જાણવા મળ્યું છે. લોકોને પોતાની જાળવામાં ફસાવવા માટે પતિ-પત્ની લેવિશ લાઈફ જીવતા હતા જેથી લોકોને લાગે કે આ લોકો રોકાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલ જે ફરિયાદી છે તે સિવાય અન્ય કોઈ લોકો આ દંપતીના ભોગ બન્યા હોય તો તેઓને પણ પોલીસ સમક્ષ આવવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'પ્રીતમ એન્ડ પેદ્રો'માં ક્રાઇમ, સસ્પેન્સ અને કોમેડીનો ડોઝ:અર્શદ વારસી, વિક્રાંત મેસી અને વીર હિરાણી ધમાલ મચાવશે; રાજકુમાર હિરાણીની વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ
    Next Article
    જામનગરમાં વકીલ મંડળ દ્વારા છાસ વિતરણ કેમ્પ:કોર્ટ આવતા વકીલો, સ્ટાફ અને લોકો માટે નિ:શુલ્ક વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment