Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    C-DACની લેટેસ્ટ ટેકનોલોજીની આગાહી સાચી પડી:અમદાવાદના પૂર્વ પંથક સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જાણો શું છે સિસ્ટમ અને ક્યા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે

    4 days ago

    અમદાવાદ શહેરમાં ચોમાસાની જામતી સિઝન વચ્ચે આજે રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા-ભડાકા, ગાજવીજ અને તીવ્ર ગતિએ ફૂંકાયેલા ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ વાત એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિનો સચોટ અને સમયસર અંદાજ મેળવવા માટે અમલમાં મૂકવામાં આવેલી નવી અદ્યતન 'રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ'ની આગાહી આ વખતે અક્ષરસહઃ સાચી સાબિત થઈ છે. પુણેની C-DAC કંપનીની સિસ્ટમનું સચોટ અનુમાન AMC દ્વારા સ્થાપિત વેબ આધારિત 'ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ'ના માધ્યમથી હવે અમદાવાદમાં છેક વોર્ડ લેવલ સુધી વરસાદનું સચોટ અનુમાન મેળવવું શક્ય બન્યું છે. મહારાષ્ટ્રના પુણે સ્થિત પ્રતિષ્ઠિત C-DAC કંપનીના મોડેલિંગ અનુમાન મુજબ, આજે રાત્રે 7 વાગ્યા બાદ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ વધુ તીવ્ર વરસાદનું જે એલર્ટ હતું, તે મુજબ જ મેઘરાજાએ બરાબર સમયે તોફાની એન્ટ્રી કરી હતી. પૂર્વ અમદાવાદ પાણી-પાણી: લાંભાથી મણિનગર સુધી ધોધમાર આજના વરસાદમાં ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અડધાથી એક કલાકના ગાળામાં જ પૂર્વના અનેક વિસ્તારો જળબંબોળ થઈ ગયા હતા. મુખ્યત્વે આ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે: આ ઉપરાંત, પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી, જેમાં મકરબા રોડ પર આવેલા વેજલપુર સ્મશાન ગૃહની આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ઠંડક પ્રસરી વરસાદ પડતાની સાથે જ સમગ્ર શહેરમાં વાતાવરણ એકદમ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું છે, જેનાથી અમદાવાદીઓને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. જો કે, વરસાદની સાથે ભારે પવન અને વિઝ્યુઅલ લાઈટનિંગ (વીજળીના કડાકા) થવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. AMC તંત્ર નવી ફિટ કરેલી હાઈટેક ફોરકાસ્ટિંગ સિસ્ટમના કંટ્રોલ રૂમ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જે વોર્ડમાં વધુ વરસાદની સંભાવના છે ત્યાંના લોકલ કંટ્રોલ રૂમ અને સફાઈ ટીમોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે. શું છે રેઈન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ? AMCએ અમલમાં મૂકેલી સિસ્ટમથી C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે. આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ (WRF મોડલ - 1.5 કિમી રિઝોલ્યુશન) આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને વોર્ડ લેવલ રેઈનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રયોગાત્મક મોડલિંગના આધારે અલગ અલગ સમયગાળા માટે વરસાદના પેટર્ન પણ દર્શાવવામાં આવે છે. મોડલના આધારે મોનસૂન મેનેજમેન્ટ વધુ અસરકારક આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજનથી નાગરિકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો લાવવા આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોનસૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ તૈયાર રહેશે. ક્યાં વિસ્તારમાં સાંજે 7થી 9 વાગ્યા સુધી વરસાદની સંભાવના થલતેજ, બોડકદેવ જોધપુર, વેજલપુર સરખેજ, બોપલ લાંભા, ગોતા ચાંદખેડા, રાણીપ પાલડી, આશ્રમરોડ 'સિસ્ટમના આધારે વોર્ડ વાઈઝ વરસાદનું અનુમાન' ઈન્ચાર્જ સિટી ઈજનેર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવી છે, જેમાં વોર્ડ વાઇઝ અનુમાન લગાવી શકાય છે કે કયા વિસ્તારમાં કેટલો સંભવિત વરસાદ છે. અમારા અનુભવ મુજબ ગઈકાલ રાતના જે વરસાદ નોંધાયો હતો એ 80 ટકા સુધી એક્યુરેસી લેવલ આવેલું હતું. એટલે એ પ્રમાણે અમે અહીંયાથી જે તે વોર્ડમાં જે તે ઝોનમાં સૂચના આપીએ છીએ કે અહીંયાથી આ ટાઈમમાં વરસાદ પડવાની સંભાવના છે, જેથી કરીને પ્રોપર મેનપાવર, મશીનરી ડીપ્લોયમેન્ટ કરી શકાય. અને નાગરિકોને અગવડતાનો મિનિમમ અનુભવ કરવો પડે એ પ્રકારની આ વખતની તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવેલી છે. થલતેજ, જોધપુરમાં 60થી 80 mm( બે ઈંચથી વધુ ) વરસાદની સંભાવના ઋષિ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મુખ્યત્વે જોવા જઈએ તો ચારેક વાગ્યાથી 1 MMથી વરસાદ શરૂ થશે. મહત્તમ 7થી 9 વાગ્યામાં અનુમાનિત છે કે, થલતેજ અને જોધપુર, બોડકદેવ વિસ્તાર એ વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે. અને જેની સંભાવના 80 mmની આજુબાજુમાં છે. 60થી 80 mm જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાજના 7 થી 9માં આ બે વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક જોધપુરનો વિસ્તારમાં વરસાદ પડશે. અમદાવાદમાં ચોમાસું ક્યારે બેઠું અને ટ્રેન્ડ શહેરમાં ગુરુવારે મોડી સાંજે વરસાદ પડવાની સાથે ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો છે. છેલ્લાં સાત વર્ષમાં સૌથી મોડું ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જાય છે. 2020 પછીનાં 6 વર્ષમાં 3 વાર ચોમાસું 20 જૂન પહેલાં જ્યારે 3 વાર જૂનના છેલ્લા અઠવાડિયામાં પહોંચ્યું છે. શા માટે સાંજે વરસાદ પડે છે?
    Click here to Read More
    Previous Article
    "તંત્રના પાપે મર્યા પછી સ્મશાને જવું હોય તો રસ્તો નથી":જૂનાગઢમાં જીવતેજીવ નરકાગાર જેવી સ્થિતિ, વૃદ્ધના અવસાન બાદ હવે સ્મશાન યાત્રા કાઢવા માટે પણ સારો રસ્તો ન બચ્યો: તંત્ર અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો.
    Next Article
    અમરેલીમાં થતા મેઘ તાંડવની LIVE 20 તસવીરો:ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીઓમાં પૂર, 40 ગામોને એલર્ટ, રોડ-રસ્તાના ટૂંકડા થયા; રાત્રે સ્થિતિ ગંભીર બની શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment