Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના ક્રિક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ પકડાઈ:એક વ્યક્તિની ધરપકડ, સુરક્ષા એજન્સીઓ સતર્ક; દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા કડક કરાઈ

    11 hours ago

    રણ, ડુંગર, દરિયાકાંઠા અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. ત્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા ક્રિક વિસ્તારમાં BSFની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી સાંજના સમયે BSFની ટીમ કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટીમને એક બોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. બોટની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ કચ્છના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી આવવાની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ અથવા ઘૂસણખોરીના પ્રયાસને સમયસર અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વસ્ત્રાપુરની કાસા વ્યોમા સોસાયટીમાં 2026ની નવરાત્રીનો પ્રારંભ, સાતમ પર બહેનોએ આરતી ઉતારી, માતાજીના પ્રસાદનું વિતરણ કરાયું.
    Next Article
    South Africa vs Australia 2nd Test Day 1 LIVE Score Updates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment