Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઝાના નામે Bsc નર્સિંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ:લંડનના વર્ક પરમિટ વિઝાના નામે ₹3.73 લાખ પડાવ્યા, વડોદરાની રૂતુ કન્સલ્ટન્સીના સંચાલકો સહિત ત્રિપુટી સામે ગુનો દાખલ

    8 hours ago

    વિદેશમાં નોકરી મેળવવાની આશામાં લંડનના વર્ક પરમિટ વિઝા કઢાવવા માટે કન્સલ્ટન્સીનો સંપર્ક કરવો અમદાવાદના 24 વર્ષીય હાલોલ ખાતે બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભારે પડ્યો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી રૂતુ કન્સલ્ટન્સીના સંચાલકો સહિત ત્રણ શખ્સોએ યુકેના વિઝા અપાવવાની ખાતરી આપી યુવક પાસેથી રૂ.4.25 લાખ મેળવ્યા હતા. જોકે, લાંબા સમય સુધી વિઝાની કોઈ કાર્યવાહી નહીં થતાં યુવકે નાણાં પરત માગ્યા હતા. આ દરમિયાન આપવામાં આવેલો ચેક પણ બાઉન્સ થયો હતો. આરોપીઓએ રૂ.51 હજાર પરત આપ્યા બાદ બાકીના રૂ.3.73 લાખ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર વિદેશના વિઝાની જાહેરાત જોઈ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો 24 વર્ષીય ચિંતન સોલંકી કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને લંડનમાં નોકરી માટે જવાનું હોવાથી ફેબ્રુઆરી-2024માં સોશિયલ મીડિયા પર વિદેશના વિઝા અપાવવાની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ તે વડોદરાના સયાજીગંજમાં બીબીસી ટાવર સામે આવેલા સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં રૂતુ કન્સલ્ટન્સીની ઓફિસે પહોંચ્યો હતો. જ્યાં નૈનેશ નરેન્દ્રભાઈ પટેલ અને ધૈર્ય નૈનેશભાઈ પટેલે લંડનમાં દર્શક નામનો તેમનો માણસ હોવાનું જણાવી વિઝા અપાવી દેવાની ખાતરી આપી હતી. આ કામ માટે રૂ.12 લાખનો ખર્ચ થશે તેમ કહી ટોકન પેટે રૂ.5 હજાર લીધા હતા. યુવકે પોતાના દસ્તાવેજો વોટ્સએપ મારફતે મોકલી આપ્યા ત્યારબાદ વિઝાની પ્રક્રિયા માટે યુવક પાસેથી ₹4.20 લાખ આરટીજીએસ મારફતે વડોદરાની માંજલપુર સ્થિત આઈડીબીઆઈ બેંકના નૈનેશ પટેલ અને દર્શક ભૂપેન્દ્રભાઈ પટેલના જોઈન્ટ ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. યુવકે પોતાના જરૂરી દસ્તાવેજો પણ વોટ્સએપ મારફતે મોકલી આપ્યા હતા. જોકે, બે મહિના સુધી વિઝાની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. યુવકે વારંવાર સંપર્ક કરતાં અલગ અલગ બહાનાં બતાવવામાં આવતાં આખરે તેણે પોતાના નાણાં પરત માગ્યા હતા. ₹4.25 લાખનો ચેક જમા કરાવતા બાઉન્સ થયો આરોપીઓએ યુવકને ₹4.25 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ વારંવાર ઉઘરાણી કરતાં દર્શક પટેલે ફોન-પે મારફતે રૂ.51 હજાર પરત આપ્યા હતા અને એક મહિનામાં બાકીના નાણાં આપી દેવાની ખાતરી આપી હતી. જોકે, સમય વીતી જવા છતાં નાણાં પરત મળ્યા નહોતા. યુવકે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, લંડનમાં રહેતા દર્શક પટેલે વોટ્સએપ મેસેજ કરીને પૈસા નહીં મળે અને તારાથી થાય તે કાયદેસર કરી લે, મને કોઈની બીક નથી તેમ જણાવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. રૂતુ કન્સલ્ટન્સીના સંચાલકો સહિત ત્રણેય શખ્સો સામે ફરિયાદ આમ, લંડનના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ.4.25 લાખ મેળવી તેમાંથી રૂ.51 હજાર પરત આપી બાકીના રૂ.3.73 લાખ નહીં ચૂકવી ત્રણેય શખ્સોએ છેતરપિંડી કરી હોવાની યુવકે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વોટ્સએપ ચેટ, ચેકની નકલ અને બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    100 યુદ્ધ જહાજોથી ચીને તાઇવાનને ઘેર્યું:40 હજાર ટનની વોરશિપે દુનિયાને ધ્રૂજાવી, જિનપિંગની ગેમથી ટ્રમ્પ ડબ્બે પૂરાયા, સાણંદથી ધોલેરા સુધી ખતરો મંડરાયો
    Next Article
    વડોદરાના હરે કૃષ્ણ મંદિરમાં ગોવર્ધન પૂજા મહોત્સવ યોજાયો:આશરે 125 ભક્તો અને મુલાકાતીઓ જોડાયા; પૂજા, આરતી અને સંકીર્તન પછી મહાપ્રસાદ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment