Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રેક ફેલ થતા BRTS બસ સોસાયટીમાં ઘૂસી ગઈ, VIDEO:દીવાલને નુકસાન થતા સ્થાનિકોમાં રોષ, બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો

    2 days ago

    શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે સવારના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો અને સોસાયટીના લોકોએ બસની ચાવી લઈ લીધી હતી. બસની બ્રેક ન વાગી હોવાના કારણે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે BRTS તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. બ્રેક ફેલ થતા બસ સોસાયટીની દીવાલમાં ઘૂસી ગઈ મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાની આસપાસ ચાંદખેડા બીઆરટીએસ બસના સર્વિસ સ્ટેશન ડેપોમાંથી બસ બહાર કાઢી અને લઈ જવામાં આવી રહી હતી. બસ ડેપોમાંથી બહાર નીકળી હતી ત્યારે પ્રહલાદ પાર્ક પાસે બસ પહોંચતા તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે બસ રોડ પરથી સીધી ફ્લેટના દિવાલ તરફ અથડાઈ ગઈ હતી. બસ ફ્લેટની દિવાલ તોડી અને ફ્લેટના મુખ્ય ભાગ પાસે અથડાઈ હતી જેના કારણે થઈને ફ્લેટનું ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે જોરદાર અવાજ આવવાની સાથે જ સ્થાનિક લોકો દોડીને બહાર આવી ગયા હતા. બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો અમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની બસ હતી અને જે પણ નુકસાન થયું છે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરીને આપશે. બસ ઓપરેટરને 2 લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું વર્કશોપ આવેલું છે જે વર્કશોપમાં બસ ના કારણે અકસ્માતની આ ચોથી ઘટના બની છે અગાઉ પણ ત્રણથી ચાર વખત અકસ્માતની ઘટના બની છે. BRTS તંત્ર દ્વારા અગાઉ પણ આવી ઘટના બનતા દીવાલ ફરીથી બનાવી દેવામાં આવે છે પરંતુ આ વખતે પણ આ ઘટના બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નવી દીવાલ બનાવી દેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ:બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા આદેશ
    Next Article
    અમરેલી SP સંજય ખરાતે 18 અરજદારોને રૂબરૂ બોલાવ્યા:સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment