Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈસ્કોન ચાર રસ્તા પાસે બસ ઓવરટેક કરવા મામલે બોલાચાલી:BRTSને AMTS બસ ડ્રાઈવરે ઓવરટેક કરતા મામલો ગરમાયો, બસોની લાઈનો લાગી

    11 hours ago

    અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે આજે સવારના સમયે AMTS અને BRTS બસ ચાલક વચ્ચે બોલાચાલી થતા AMTS બસ ડ્રાઇવર કોરિડોરમાં જ બસ અધવચ્ચે મૂકી જતો રહ્યો હતો. ડ્રાઇવરે અન્ય બસોને રોકીને પણ મુસાફરોને નીચે ઉતાર્યા હતા. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. BRTS કોરિડોરમાં AMTS બસ ચાલકે ઓવરટેક કરવા જતા BRTS બસ ચાલક ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ એમટીએસ અને બીઆરટીએસના ઉચ્ચ અધિકારીઓને થતા દોડધામ મચી હતી. બંનેના ડ્રાઇવરોને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને બસ સેવા રાબેતા મુજબ શરૂ થઈ હતી. વિજિલન્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી AMTS અને BRTS બસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થતા ટ્રાન્સપોર્ટ સુવિધા અટકી પડી હતી. બસના ડ્રાઈવરોએ અન્ય બસોને પણ રોકી મુસાફરોને બસમાંથી ઉતાર્યા હતા. બીજી તરફ ઘટનાને લઈ જાણ કરતા વિજિલન્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
    Click here to Read More
    Previous Article
    BRICS સમિટનો બીજો દિવસ, PM મોદી ભારત મંડપમ પહોંચ્યા:વર્લ્ડ લીડર્સનું પહોંચવાનું શરૂ; ગઈકાલે ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિ આવ્યા ન હતા
    Next Article
    કપુરાઈથી 17 લાખથી વધુના દારૂ-મુદ્દામાલ સાથે એક પકડાયો:SMCના દરોડામાં 66 પેટી વિદેશી દારૂ મળ્યો, 8 આરોપી વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment