Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપુરાઈથી 17 લાખથી વધુના દારૂ-મુદ્દામાલ સાથે એક પકડાયો:SMCના દરોડામાં 66 પેટી વિદેશી દારૂ મળ્યો, 8 આરોપી વોન્ટેડ જાહેર

    9 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યની સક્રિય એજન્સી સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા ઠેર-ઠેર કાર્યવાહી કરી વિદેશી દારૂના વેપલા અને ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને રૂ. 8,47,620ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન કુલ રૂ. 17,07,620નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 8 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. 66 પેટી દારૂ અને 2 વાહનો જપ્ત SMCની ટીમે કપુરાઈ વિસ્તારમાં આવેલા રિદ્ધી સિદ્ધી સોસાયટીના કોમન પ્લોટ પાસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 66 પેટીઓ (કુલ 2208 બોટલ) મળી આવી હતી. સ્થળ પરથી 2 વાહનો અને 1 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. એક આરોપી ઝડપાયો, 8 સામે શોધખોળ ચાલુ કાર્યવાહી દરમિયાન નર્મદા જિલ્લાના તિલકવાડાના વઘેલી ગામના રહીશ નિખીલ ભરતભાઈ તડવીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દારૂ સપ્લાય કરનાર અને વાહન માલિકો સહિત વિપુલ પંચાલ, સંદિપ રાજપૂત, ભાવેશ રાજપૂત, આશીષ બારિયા અને આતિષ ઠાકોર સહિત 8 આરોપીઓ વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    ઈસ્કોન ચાર રસ્તા પાસે બસ ઓવરટેક કરવા મામલે બોલાચાલી:BRTSને AMTS બસ ડ્રાઈવરે ઓવરટેક કરતા મામલો ગરમાયો, બસોની લાઈનો લાગી
    Next Article
    વલસાડના હનુમાનભાગડા મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન:દર બીજા શનિવારે યોજાતા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment