Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું:અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતા મોત, કંપારી છૂટી જાય એવા દ્રશ્યો

    4 days ago

    અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો. તેમજ તેનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આઈ. સુમરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતની ઘટનામાં મોપેડ ચલાવનાર ચાલક સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સગીરનું મૃત્યુ થયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરને પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ શહેરમાં બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસમાં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસમાં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માતનો ભોગ બને છે. આ પણ વાંચો 14 માર્ચે BRTS ટ્રેકમાં ચાલતા યુવકને બુલેટ ચાલકે ટક્કર મારી 14 માર્ચ, 2026ના રોજ ઠક્કરનગર બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહેલા યુવકને પૂરઝડપે એક બુલેટ ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે 23 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શહેરના હીરાવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો સાહિલ રાદડિયા નિકોલ ખાતે આવેલા મોતીલાલ ઓસ્વાલ ખાતે શેરબજારનો કામ કરતો હતો. ગત મોડી રાત્રે સાહિલ તેના ઘરેથી જમીને ચાલવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન ઠક્કરનગર BRTS ટ્રેકમાં સાહિલ ચાલી રહ્યો હતો. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે સાહિલને ટક્કર મારી હતી, જેના કારણે સાહિલ નીચે પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, સાહિલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે લોહી નીકળવા લાગ્યું હતું.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી:CMના હસ્તે શાહી સરઘસનું પ્રસ્થાન, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત; પ્રથમવાર રૂ. 3 કરોડનો વીમો લેવાયો
    Next Article
    LIVE: "Iran Still Building Missiles," Tehran Rejects Netanyahu's Charge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment