Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું:અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડ્યો, નજરે જોનારાની કંપારી છૂટી જાય એવા દ્રશ્યો

    4 days ago

    અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત મોપેડ ચાલક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો અને મોપેડનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગ્યા બાદ 50 થી 60 ફૂટ મોપેડ ખસેડાયું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક બીઆરટીએસ ટ્રેકના રોડ ઉપર પડેલો હતો જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માથાના ભાગે યુવકને ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં બીઆરટીએસ ટ્રેક માં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસ માં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસ માં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે થઈને આવી અકસ્માતની ગંભીર ઘટના બને છે
    Click here to Read More
    Previous Article
    Lawyers in Karkardooma Court go on a flash strike, resolve to not allow police to enter the complex: Why are they angry?
    Next Article
    યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા:જે હાથમાં યોગની મુદ્રા-માળા હોવી જોઈએ ત્યાં નકલી નોટોના થોકડા; જાણો પ્રદીપ કેમ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment