Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોએ ભારે હૈયે પિતાના અંગોનું દાન કર્યું:સુરતમાં BRTS અડફેટે યુવકનું મોત, હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિને નવજીવન

    4 days ago

    સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનર લાઈફ દ્વારા 58માં હૃદયનું દાન સુરતની મૈત્રેય મલ્સી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. BRTS બસ અડફેટે હાર્દિક ખુડખુડીયા (ઉ.વ 37) આવ્યા બાદ બ્રેઈનડેડ થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૃતકની પત્ની, 7 વર્ષની દીકરી અને બે વર્ષના દીકરાએ ભારે હૈયે હાર્દિકભાઈના અંગોનું દાન કર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. BRTS બસે અડફેટે લેતા હાર્દિકને હોસ્પિટલ ખસેડાયો હતો મળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં ગોકુલ રેસીડેન્સીમાં રહેતા અને એમ્બ્રોડરી ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હાર્દિક તા. 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યે પાંડેસરા BRC ભવનથી મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે BRTS બસ સાથે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાર્દિકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખ કરવામાં આવ્યો હતો. હાર્દિકને બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો વધુ સારવાર માટે તેને મૈત્રેય મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ફિઝિશયન ડો. પ્રિયાંક શાહની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. તા. 31 માર્ચના રોજ ડોક્ટરોએ હાર્દિકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ખુડખુડીયા પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું ડોક્ટરોએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી હાર્દિકના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી અને હાર્દિકની પત્ની પ્રિયા, પિતા ભરતભાઈ, માતા આશાબેન, ભાઈ મયંક, બનેવી કલ્પેશભાઈ અને વૈભવભાઈ, સાળા વત્સલભાઈ, સસરા નિલેશભાઈ, માસા કેતનભાઈ, પિતરાઈ ભાઈ પરેશ તેમજ ખુડખુડીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ હાર્દિકના અંગોના દાનની મંજૂરી દર્શાવી હાર્દિકની પત્ની પ્રિયા અને પિતા ભરતભાઈએ જણાવ્યું કે, મારા પતિ/પુત્ર બ્રેઇનડેડ છે, અંગો રાખ જ થઈ જવાના છે, ત્યારે મારા પતિ/પુત્રના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હાર્દિકના પરિવારમાં પત્ની પ્રિયા (ઉ.વ.30) ગૃહિણી છે. પુત્રી ટિવશા (ઉ.વ.7) નંદુબા ઇંગ્લિસ એકેડમીમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પુત્ર સારાંશ (ઉ.વ.2) છે. પિતા ભરતભાઈ (ઉ.વ.70) નિવૃત જીવન જીવે છે. માતા આશાબેન (ઉ.વ.67) બ્યુટીપાર્લર ચલાવે છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 30 વર્ષીય યુવકમાં કરાયું પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બંને કિડનીની ફાળવણી HLAનો રિપોર્ટ આવ્યા પછી SOTTO દ્વારા કરવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નાશિકના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ SOTTO દ્વારા ફાળવણી કર્યા પછી બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. ઉલ્લેખનીય છે કે, કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સુરતે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ અઠ્ઠાવનમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મનપા, નપા, તાલુકા-જિલ્લા પંચાયતની એક જ તબક્કામાં ચૂંટણી:26 એપ્રિલે મતદાન અને 28મીએ મતગણતરી, આજથી આચારસંહિતાનો અમલ શરૂ
    Next Article
    વિદેશ જવાના નામે કરોડો ઠગનાર એજન્ટ ઝડપાયો:ફિનલેન્ડ-કેનેડાના વિઝાના બહાને મહાકાલ ટ્રાવેલ્સના એજન્ટે 2.13 કરોડનું ફૂલેકું ફેરવ્યું, 13 ક્લાયન્ટ્સ બન્યા ભોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment