Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશ જવાના નામે કરોડો ઠગનાર એજન્ટ ઝડપાયો:ફિનલેન્ડ-કેનેડાના વિઝાના બહાને મહાકાલ ટ્રાવેલ્સના એજન્ટે 2.13 કરોડનું ફૂલેકું ફેરવ્યું, 13 ક્લાયન્ટ્સ બન્યા ભોગ

    10 hours ago

    સુરતમાં વિદેશ જવાના ક્રેઝ વચ્ચે ઠગ એજન્ટો ફૂટી નીકળ્યા છે. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય સૂત્રધાર વરુણ રાજુભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીએ "મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ" નામે એજન્સી ખોલી નિર્દોષ લોકોને ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોના લલચામણા વિઝાની લાલચ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ કુલ 13 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વિઝા પ્રક્રિયાના નામે અધધ 2.13 કરોડની રકમ ખંખેરી લીધી હતી. વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બની ACP શ્વેતા ડેનિયલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પાલ પોલીસ સ્ટેશનમાં વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બની હતી. આરોપી વરુણ પરમાર ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. જોકે, પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી કાઢ્યો છે. આરોપી અડાજણ વિસ્તારના ગ્રીન રેસીડેન્સીમાં રહેતો હતો અને ગૌરવપથ રોડ પર ટાઇમ્સ સ્કવેરમાં પોતાની ઓફિસ ચલાવીને લોકોને શિકાર બનાવતો હતો. 13 ક્લાયન્ટ્સ પાસેથી વિઝાના બહાને કુલ 2.13 કરોડ પડાવ્યા ઠગ એજન્ટ વરુણ પરમારની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે લોકોને વિશ્વાસમાં લેતો હતો કે તે ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના સ્ટેમ્પ વિઝા ખૂબ જ ટૂંકા ગાળામાં અપાવી દેશે. આ વિશ્વાસના જોરે તેણે 13 ક્લાયન્ટ્સ પાસેથી રોકડા તેમજ બેંક ટ્રાન્સફર મારફતે કુલ 2,13,00,000 પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ આરોપી ક્લાયન્ટ્સને વાયદા આપતો હતો, પરંતુ કોઈને પણ ફ્લાઇટ ન કરાવીને પોતાની આર્થિક લાલસા સંતોષી હતી. વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલ આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે, પાલ પોલીસ મથકમાં અગાઉ પણ વિઝા ફ્રોડનો કેસ રજીસ્ટર થયેલો હતો, જેમાં 23 ક્લાયન્ટ્સ પાસેથી 39 લાખની છેતરપિંડી થઈ હતી. તે કેસની તપાસ દરમિયાન વરુણ પરમારની સીધી સંડોવણી સામે આવી હતી. પોલીસને આશંકા છે કે આ એક મોટું રેકેટ હોઈ શકે છે, જેમાં વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલ હોઈ શકે છે. હાલ પોલીસ આ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ ઝડપાયેલા આરોપી વરુણ પરમાર (ઉં.વ. 31) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તેના રિમાન્ડ મેળવીને એ જાણવા માગે છે કે તેણે પડાવેલા 2.13 કરોડ ક્યાં રોક્યા છે અથવા કોને ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત, તેની ઓફિસમાંથી કયા કયા દસ્તાવેજો મળી આવ્યા છે અને અન્ય કેટલા લોકો ઠગાઈનો ભોગ બન્યા છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરી આ કેસમાં ભોગ બનનાર યુવાનોએ પોતાની જિંદગીની જમાપુંજી વિદેશ જવાના મોહમાં એજન્ટને સોંપી દીધી હતી. ઘણા લોકોએ વ્યાજે પૈસા લઈને કે મિલકત ગીરવે મૂકીને એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે મહિનાઓ વીતવા છતાં વિઝા ન મળ્યા અને એજન્ટે હાથ ઊંચા કરી દીધા, ત્યારે ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. હાલ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોએ ભારે હૈયે પિતાના અંગોનું દાન કર્યું:સુરતમાં BRTS અડફેટે યુવકનું મોત, હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિને નવજીવન
    Next Article
    2,000 Ships, 20,000 Sailors, A Flood Of SOSs: Hormuz Blockade's Human Cost

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment