Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત:મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા 50થી 60 ફૂટ ઢસડાયો

    10 hours ago

    અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત મોપેડ ચાલક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતા ની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો અને મોપેડનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલક અને બસ વચ્ચે અકસ્માત, હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા માથામાં ગંભીર ઇજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગ્યા બાદ 50 થી 60 ફૂટ મોપેડ ખસેડાયું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક બીઆરટીએસ ટ્રેકના રોડ ઉપર પડેલો હતો જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માથાના ભાગે યુવકને ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં બીઆરટીએસ ટ્રેક માં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસ માં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસ માં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે થઈને આવી અકસ્માતની ગંભીર ઘટના બને છે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક':સુરતના આશ્રમમાં જમીન નીચે બંકર જેવા રૂમ; 15 ફૂટ ઊંચી દીવાલ પર કાંટાળી તાર, નકલી નોટનું મહાનેટવર્ક અહીં જ બનાવ્યું
    Next Article
    કેશોદ પાસે દારૂ ભરેલી ઇનોવા પલટી, 3 બુટલેગર દબાઈ ગયાં:પોલીસનો પીછો જોઈ સ્પીડમાં ભગાવતા અકસ્માત, બે અંધારામાં ફરાર; ઈજાગ્રસ્તો સારવારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment