Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફલો:ધોધમાર વરસાદથી પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ; આર્મી તૈનાત

    11 hours ago

    સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. સુરતમાં 'રેડ એલર્ટ' જાહેર કરાતાની સાથે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા, અધિકારીઓની રજાઓ રદ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદની ગંભીરતાને જોતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, આજનો આખો દિવસ અને રાત્રે પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકો જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. અશ્વનિકુમાર સ્મશાન ભૂમિ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ઓફિસ અઠવાલાઇન્સ જેવા મહત્વના વિસ્તારોમાં પાણી ભરાતાં ભારે હાલાકી સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાએ ગેરકાયદે બમ્પ દૂર કર્યો:14 દિવસ પહેલા માતા-પુત્રીનો અકસ્માત થયો હતો; આડેધડ બમ્પથી વાહનચાલકોને હાલાકી
    Next Article
    Where were Ben Lerner and Amitav Ghosh? The biggest Booker longlist snubs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment